Home News GSTના અધિકારીઓ લાખ્ખોના વહીવટો કરી છે, ઊંઝાના કૌભાંડી પ્રબોધ શર્માએ અનેક ઘટસ્ફોટ...

GSTના અધિકારીઓ લાખ્ખોના વહીવટો કરી છે, ઊંઝાના કૌભાંડી પ્રબોધ શર્માએ અનેક ઘટસ્ફોટ કર્યા

Face Of Nation 29-03-2025 : અમદાવાદ અને મહેસાણામાં જીએસટી વિભાગના અધિકારીઓએ હપ્તા ઉઘરાવવામાં કોઈ કસર બાકી રાખી નથી. રેઇડની આડમાં લાખ્ખોના સેટિંગ કરનારા અધિકારોનો ઘટસ્ફોટ ખુદ ઊંઝાના ટ્રાન્સપોર્ટરે જ કર્યો હતો તેમ છતાં સમગ્ર મામલાને દબાવી દેવાનો ભરપૂર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જીએસટી અધિકારીઓ જો સાચા હોય તો પ્રબોધ શર્મા ઉપર તપાસ બેસાડવી જોઈએ બાકી, પ્રબોધ શર્માના ખુલાસા બાદ એ વાત જાહેર થઇ ગઈ છે કે, જીએસટી વિભાગમાં લાખ્ખોના હપ્તાના સેટીંગો થાય છે. રેડ પાડીને વેપારીના વ્યવહારો દબાવી દેવા માટે જીએસટી વિભાગના બિંદીશા સોલંકી નામના અધિકારીએ પ્રબોધ શર્મા પાસેથી દમ મારીને 3 લાખ 10 હાજર રૂપિયા ભરાયા છે. આવો સ્વીકાર ખુદ શર્માએ કર્યો છે. જેની તપાસ થાય તે અત્યંત જરૂરી છે.
GSTમાં ફરજ બજાવતા શુક્લ સાહેબે ઊંઝાના પ્રબોધ શર્માના ટ્રાન્સપોર્ટર ઉપર રેઇડ કરી હતી અને આ રેઇડ અગાઉ પ્રબોધ શર્માને ફોન કરીને જાણ કરી દેવામાં આવી હતી. આ જાણ બાદ શર્માને તેની કરોડોની કરચોરીના હિસાબોના ચોપડાઓ સગેવગે કરી દીધા હતા. આ કબૂલાત ખુદ શર્માએ એક ઓડિયો મારફતે કરી છે. જેમાં તેણે એવી પણ કબૂલાત કરી છે કે, શુક્લ સાહેબ જોડે એવું સેટિંગ કરાવ્યું છે કે, જયવીર વાળો લેટર પેઈડ ઉપર લખી આપશે કે, તમામ ટેક્સની જવાબદારી મારી છે પ્રબોધભાઈની નથી. જીએસટીના અધિકારીઓ સેટિંગ કરાવતા હોવાના આ ઓડિયોથી અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
ચીટર શર્માનો આ ઓડિયો જીએસટીના અધિકારીઓ સેટિંગ કરતા હોવાની ચાડી ખાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, પ્રબોધ શર્માએ જીએસટીના નીચેથી લઈને કમિશનર સુધીના અધિકારીઓના હપ્તા ચાલતા હોવાના આક્ષેપો કર્યા છે અને હવે જીએસટી વિભાગે આ મામલે કાર્યવાહી કરવી અત્યંત જરૂરી બની ગઈ છે. આ ઓડિયો કેટલો જૂનો છે કે કોનો છે તે અંગેની કોઈ પણ પૃષ્ટિ ફેસ ઓફ નેશન કરતું નથી. પરંતુ ઓડિયો પ્રબોધ શર્માનો છે અને તે સનસનીખેજ આરોપો જીએસટી સામે કરી રહ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).

GST ચોરીના કૌભાંડ બાદ ઊંઝાના ચીટર પ્રબોધ નરેશ શર્માનું સરકારને ચૂનો ચોપડવા બનાવટી ખાતર કૌભાંડ – Face of Nation

શંકરસિંહ એક ફૂટેલી કારતુસ, જે કાયમ ચૂંટણી ટાણે બૂમબરાડા પાડે છે છતાં તેનાથી કશું ઉપજતું નથી ! – Face of Nation