Face Of Nation:રાજદ્રોહ કેસમાં જેલમાં કેદ અલ્પેશ કથીરિયાની જામીન અરજીમાં બંને પક્ષોની દલીલ કોટમાં પૂર્ણ થઇ છે, બન્ને પક્ષે આજે રજુઆતો પુર્ણ થતા આ મામલે કોર્ટે ચુકાદો મુલતવી રાખ્યો છે. કોર્ટમાં અલ્પેશ તરફથી અંડરટેકીંગ આપવામાં આવ્યુ છે, તો સરકારે તેની જામીન સામે વાંધો ઉઠાવ્યો છે ત્યારે હવે આ કેસમાં આગામી 31મી જુલાઈએ હાઈકોર્ટ ચુકાદો આપે તેવી શક્યતા છે.
કોર્ટમાં બંને પક્ષોના વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી, જેમાં અલ્પેશના વકીલ દ્વારા કોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે રાજદ્રોહ કેસ અલ્પેશનો મહત્વનો રોલ નથી અને અલ્પેશે પોલીસ સાથે ગેરવર્તણૂક કરી હતી જે હવે નહિ કરે તેની બાંહેધરી આપવા અમે તૈયાર છે સાથે જ કોર્ટની તમામ શારતોનું પાલન પણ અલ્પેશ કરશે તેવુ અંડરટેકીંગ પણ કોર્ટમાં આપવામાં આવ્યું છે.તો સામે સરકારે કોર્ટમાં રજુઆત કરી હતી કે અલ્પેશે પોલીસ, જજ, અને સંખ્યાબંધ લોકો સાથે ગેરવર્તન કર્યુ છે.તેની વિરુદ્ધ 124 Aની કલમ લગાવવામા આવેલી છે જેમાં આજીવન કેદની જોગવાઈ છે.બન્ને પક્ષે આજે રજુઆતો પુર્ણ થતા આ મામલે કોર્ટે ચુકાદો મુલતવી રાખ્યો છે. નોંધનીય છે કે અલ્પેશ કથીરિયા થપ્પડકાંડના પડઘા ગુજરાત ભરમાં સંભળાયા હતા.નાની એવી બાબતે વિશાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યારબાદ અલ્પેશ કથીરિયાના પોલીસને અપશબ્દો બોલતા વીડિયો પણ વાયરલ થયા હતા. પોલીસ અને અલ્પેશે આમને સામને અપશબ્દો બોલ્યા હોવાના આક્ષેપો થયા હતાં. અલ્પેશ કથીરિયાએ પણ પોલીસ પર આક્ષેપો કર્યા હતા.