Home Politics રાજકિય રંગ : ‘મને માટલા ફોડતાં પણ આવડે છે અને બોટલો તોડતાં...

રાજકિય રંગ : ‘મને માટલા ફોડતાં પણ આવડે છે અને બોટલો તોડતાં પણ આવડે છે’: અલ્પેશ ઠાકોર

Face Of Nation 22-03-2022 : વાવનાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જનતા રેડ કરીને ભાભરથી કોતરવાડાની કેનાલ પાસેથી એક પીક-અપમાં મોટી માત્રામાં હેરાફેરી થતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો તેમજ સાથે બૂટલેગરને રંગેહાથે ઝડપી પાડ્યો હતો. આ જનતા રેડમાં ગેનીબેન ઠાકોર સાથે આસપાસના યુવાનો પણ જોડાયા હતા. ત્યારે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની જનતા રેડમાં સામેલ બે લોકો સામે પોલીસે કેસ દાખલ કરતા આજે અલ્પેશ ઠાકોર પાલનપુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે આડકતરી રીતે ગેનીબેન ઠાકોરની જનતા રેડને વખોડી હતી અને યુવાનોને રાજકીય લોકોની વાતમાં ન આવવા જણાવ્યું હતું.
જનતા રેડ બાદ રાજકારણ ગરમાયું
કોતરવાડા પાસે થયેલી જનતા રેડ બાદ રાજકારણ ગરમાયું છે. પોલીસના તપાસમાં તથ્યો અલગ જ બહાર આવ્યા હતા. જે મામલે અલ્પેશ ઠાકોરે જિલ્લા પોલીસ અધિક્ષક સાથે બેઠક કરી હતી. ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં અલ્પેશ ઠાકોરે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની જનતા રેડને આડકતરી રીતે વખોડી હતી.
કોઇ યોજના વગર આવું ન કરાય: અલ્પેશ
અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, રાત્રે ત્રણ વાગ્યે આ પ્રકારનો બનાવ તે મને સમજમાં નથી આવતું. જો આવું કરવું હોય તો તેની યોજના બને ત્યારબાદ અમારૂ સંગઠન મંજૂરી આપે છે. આ રેડમાં કોઇ યોજના બનાવ્યા વગર કોઇ ભરમાવીને અમારા યુવાનોને લઇ ગયું છે. આ રાજકીય લોકોએ કર્યું છે મારા યુવાનોએ નહીં.
યુવાનોને ખોટી રીતે ફસાવવાનો પ્રયત્ન: અલ્પેશ
અલ્પેશ ઠાકોરે કહ્યું કે, મારા યુવાનોને ખોટી રીતે ફસાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. પોતાની રાજકીય મહત્વકાંક્ષા સંતોષવા માટે જે લોકો આવું કરી રહ્યાં છે તેમને કહુ છું કે, રાત્રે ત્રણ વાગ્યે નહીં પણ ખરા બપોરે પણ આવીશ. માટલા ફોડતાં પણ મને આવડે છે અને મને પણ બોટલો તોડતાં આવડે છે, પરંતુ ચોક્કસ વાત હોવી જોઇએ. કોઇ ભય કોઇ ફેલાવવાનું આપડુ કામ નથી. આ સામાજિક મોહીમ છે. જનતા રેડ એવા કોઈ તોફાન કરવા હું મારા યુવાનોને ના ધકેલી શકું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).