અલ્પેશ ઠાકોરે ધડાકો કરતાં કહ્યું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી તેનું ફરતું થયેલું રાજીનામું કાયદેસરનું રાજીનામું ગણી શકાય નહીં. તેના આધાર ઉપર તેની સામે ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી પણ થઈ શકે નહીં.
Face Of Nation:અમદાવાદઃ અલ્પેશ ઠાકોરે પક્ષ વિરુદ્ધ કરેલી પ્રવૃત્તિને લઈ તેને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા માટે કોંગ્રેસે કરેલી અરજી સંદર્ભે અલ્પેશ ઠાકોરે ગુજરાત હાઇકોર્ટમાં ચોંકાવનારું સોગંદનામું આપ્યું હતું. જેમાં તેણે જણાવ્યું કે, મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી. મારા કથિત રાજીનામાનો સ્વીકાર કે અસ્વીકાર થયો પણ નથી.
અલ્પેશ ઠાકોરે ધડાકો કરતાં કહ્યું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી તેનું ફરતું થયેલું રાજીનામું કાયદેસરનું રાજીનામું ગણી શકાય નહીં. તેના આધાર ઉપર તેની સામે ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી પણ થઈ શકે નહીં.
અલ્પેશ તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી કે, હજુ સુધી વિધાનસભા સ્પીકરે મને કોઈ નોટિસ ઈશ્યુ નથી કરી. કોંગ્રેસ નેતા અશ્વીન કોટવાલે કહ્યું કે, અલ્પેશે રાજીનામું આપતો પત્ર રજૂ કર્યો છે.
અલ્પેશ ઠાકોરના સોગંદનામા મામલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે અલ્પેશ ઠાકોરનું રાજીનામુ કાર્યાલયને મળ્યું છે. જેની નકલ હાલ પણ ઉપલબ્ધ છે. આગામી દિવસમાં જરૂર પડશે તો કોર્ટમાં રજૂ કરીશું.