Home News ત્રિપુરામાં ફેલાયેલી હિંસા અફવાની અસર અમરાવતી  માં જોવા મળી, ફૂંકવામાં આવી દુકાનો,...

ત્રિપુરામાં ફેલાયેલી હિંસા અફવાની અસર અમરાવતી  માં જોવા મળી, ફૂંકવામાં આવી દુકાનો, BJP કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ

Face Of Nation, 13-11-2021:  ત્રિપુરા  માં ફેલાયેલી હિંસા અફવાની અસર ત્રિપુરાથી લગભગ 2,500 કિલોમીટર અમરાવતી  માં જોવા મળી. શુક્રવારે મહારાષ્ટ્રના 3 શહેર અમરાવતી, નાંદેડ અને માલેગામ  માં જોરદાર હિંસા-આગઝની, તોડફોડ, પોલીસ પર હુમલો, પથ્થરબાજી સહિત બધુ જ થયું. ત્રિપુરા હિંસાના વિરોધમાં પહેલો મોરચો નિકાળવામાં આવ્યો અને પછી મોરચોના નામ જોરદાર ઉપદ્રવ કરવામાં આવ્યો. તેના વિરોધમાં ભાજપે આજે અમરાવતીમાં બંધનું આહવાન કર્યું હતું. આ દરમિયાન પોલીસે ભાજપ કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કર્યો.

જોકે બંધ દરમિયાન અમરાવતીમાં એક ખુલી દુકાનને જોઇને ભાજપ કાર્યકર્તા ભડકી ગયા અને દુકાનોમાં તોડફોડ શરૂ કરી દીધી. ત્યારબાદ પોલીસે ભાજપના કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કર્યો. તમને જણાવી દઇએ કે પોલીસે ઉપદ્રવને રોકવા માટે ટિયર ગેસના ગોળા છોડ્યા અને પ્રદર્શનકારીઓ પર પાણીનો મારો ચલાવ્યો. અમરાવતીમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે.

જાણી લઇએ કે મહારાષ્ટ્રના ત્રણ શહેર અમરાવતી, માલેગાંવ અને નાંદેડમાં હજારોની સંખ્યામાં લોકોની ભીડ રસ્તા પર ઉતરી ગઇ. હાલ પોલીસે દાવો કર્યો છે કે અત્યારે માલેગાવ અને નાંદેડૅ બંને જગ્યાએ સ્થિતિ તનાવપૂર્ણ પરંતુ કાબૂ છે.

તમને જણાવી દઇએ કે માલેગાંવમાં થયેલી હિંસામાં 3 પોલીસ અધિકારી, 5 પોલીસકર્મી અને 3 સામાન્ય નાગરિકને ઇજા પહોંચી છે. કેસની ગંભીરતાને જોતાં SRPF ની બે ટુકડી અને નાસિક ગ્રામીણ પોલીસ બળને તૈનાત કરવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)