Face Of Nation, 02-11-2021: પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. અમરિંદર સિંહે પાર્ટીના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા એક પત્રમાં પોતાનું રાજીનામું આપ્યું છે. આ સાથે કેપ્ટન અમરિંદર સિંહે આજે પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી દીધી છે. કેપ્ટન અમરિંદરે ‘પંજાબ લોક કોંગ્રેસ’ નામથી પોતાની નવી પાર્ટી બનાવી છે.
પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની સાથે મતભેદ બાદ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપનાર કેપ્ટન અમરિંદર સિંહે પાછલા મહિને પોતાના નવા દાંવ પરથી સસ્પેન્સ હટાવતા કહ્યુ હતુ કે તે જલદી નવી પાર્ટી બનાવશે. આ સાથે તેમણે સંકેત આપ્યો કે, પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ભાજપની સાથે સાથે અલાકીથી અલગ થયેલા સમાન વિચારવાળા દળો સાથે ગઠબંધન કરશે. પરંતુ અમરિંદરે સ્પષ્ટ કર્યુ કે, ભાજપ સાથે ગઠબંધન કૃષિ કાયદાના મુદ્દે સંતોષજનક સમાધાન પર નિર્ભર કરશે.
ત્યારે કેપ્ટન અમરિંદર સિંહના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે ટ્વિટર પર તેમનું નિવેદન જાહેર કરતા કહ્યુ હતુ કે, ‘પંજાબના ભવિષ્ય માટે સંઘર્ષ જારી છે. પંજાબ અને તેના લોકો તથા કિસાનો જે એક વર્ષ કરતા વધુ સમયથી અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યા છે, તેના માટે હું નવી પાર્ટીની જાહેરાત કરીશ. જો કિસાન વિરોધનું કિસાનોના હિતમાં કોઈ સમાધાન નિકળે છે તો ભાજપની સાથે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં સીટોની સમજુતીને લઈને આશાવાદી છું.’ (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)