Face Of Nation, 20-10-2021: કેપ્ટન અમરિંદર સિંહના મીડિયા એડવાઇઝર રવીન ઠુકરાલ દ્વારા કરવામાં આવેલા ટ્વીટ અનુસાર પંજાબના ભવિષ્ય માટે લડાઇ ચાલુ રહેશે અને પંજાબ વિધાનસભા ચૂંટણીમાં અમરિંદરની પાર્ટી ભાજપ સાથે ગઠબંધન પણ કરી શકે છે. આગળ લખવામાં આવ્યું છે કે પંજાબની શાંતિ અને સ્થિરતા લાવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમરિંદર સિંહ તરફથી કહેવામાં આવ્યું છે કે અકાળી જુથો સાથે અલગ થયેલા દળો સહિત સમાન વિચારધારા વાળી પાર્ટીઓ સાથે મળીને તેમની સાથે ગઠબંધન કરવાનો પણ વિચાર છે. આ ઉપરાંત જો ખેડૂત આંદોલનનું સમાધાન તેમના હિતમાં થઇ જાય છે તો પંજાબમાં ભાજપ સાથે ડીલની પણ આશા છે.
‘Hopeful of a seat arrangement with @BJP4India in 2022 Punjab Assembly polls if #FarmersProtest is resolved in farmers’ interest. Also looking at alliance with like-minded parties such as breakaway Akali groups, particularly Dhindsa &
Brahmpura factions’: @capt_amarinder 2/3 https://t.co/rkYhk4aE9Y— Raveen Thukral (@Raveen64) October 19, 2021
પંજાબ ના મુખ્યમંત્રીનું પદ છોડ્યા બાદ જ કેપ્ટન સ્પષ્ટ કરી ચૂક્યા હતા કે તે હવે કોંગ્રેસમાં નથી. તેમણે કહ્યું હતું કે તે અપમાન સહન કરશે નહી અને કોંગ્રેસમાં હવે રહેશે નહી, કારણ કે જેવું વર્તન તેમની સાથે કરવામાં આવ્યું છે તે યોગ્ય નથી. અમરિંદર પાસેથી સીએમ પદ લઇને કોંગ્રેસ હાઇ કમાન્ડએ ગત થોડા દિવસો પહેલાં ચરણજીત ચન્નીને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા અને તેની પાછળનું કારણ સિદ્ધૂ અને કેપ્ટનની તકરાર ગણવામાં આવે છે.
સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટન સિદ્ધૂને દેશ વિરોધ અને પાકિસ્તાન પરસ્ત ગણાવ્યું હતું. સાથે જ તેમણે જાહેરાત કરી હતી કે જો કોંગ્રેસ સિદ્ધૂને પંજાબ ચૂંટણીમાં ચહેરો બનાવે છે તો તેમના વિરૂદ્ધ પોતાના ઉમેદવાર ઉતારવા માટે તૈયાર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)