Home News ઉત્સાહ : અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓનું ઉમટ્યું ઘોડાપૂર, 2 વર્ષ બાદ “બાબા બર્ફાની”નાં...

ઉત્સાહ : અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓનું ઉમટ્યું ઘોડાપૂર, 2 વર્ષ બાદ “બાબા બર્ફાની”નાં દર્શન માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ પહોંચ્યા અમરનાથ!

Face Of Nation 30-06-2022 : બે વર્ષના ગાળા બાદ આ વર્ષે અમરનાથ યાત્રા યોજાઈ રહી છે. ગુજરાતીઓ સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુઓ બાલતાલ પહોંચી ચૂક્યા છે. બે વર્ષ બાદ યાત્રાના પ્રારંભ પૂર્વે બાલતાલ પહોંચેલા ગુજરાતી શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો બીજીતરફ કોરોના મહામારીને કારણે છેલ્લાં બે વર્ષથી અમરનાથ યાત્રા રદ કરવામાં આવી હતી. આ વર્ષે કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં હોવાથી યાત્રા માટે મંજૂરી આપવામાં આવી છે. બાબા બર્ફાનીનાં દર્શન માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ બાલતાલ સુધી પહોંચી ગયા છે. ગુજરાતી યાત્રીઓ ભોળાનાથનાં દર્શન માટે ખૂબ આતુર જોવા મળ્યા હતા.
યાત્રિકો માટે ભંડારાઓ ધમધમતા થયા
અમરનાથ યાત્રા શરૂ કરવા માટે ગુજરાત સહિત દેશભરના યાત્રીઓ બાલતાલ બેઝ કેમ્પ પર પહોંચી ચૂક્યા છે અને યાત્રાની શરૂઆત કરી છે. યાત્રિકો માટે વિવિધ સંસ્થાઓ દ્વારા ભંડારાઓ ધમધમતા થયા છે, જેમાં જમવા, રહેવા અને મેડિકલ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જ્યારે અમરનાથ યાત્રા પર હંમેશાં આતંકી હુમલાનો ખતરો મંડરાયેલો રહે છે. આ ખતરાને ખાળવા માટે દર વર્ષે અહીં ચુસ્ત સુરક્ષા-બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. આ વર્ષે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).