Home Uncategorized અંબાજીમાં “કોરોના વિજયોત્સવ”નો મેળો યોજાશે ? : જાહેરાત વિના ભાદરવીના મેળાની તડામાર...

અંબાજીમાં “કોરોના વિજયોત્સવ”નો મેળો યોજાશે ? : જાહેરાત વિના ભાદરવીના મેળાની તડામાર તૈયારીઓ, પગપાળા સંઘોનું પણ પ્રયાણ

Face Of  Nation, 04-09-2021 : કોરોનાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે, અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. વિશ્વના અનેક દેશોમાં આ રોગની લહેર હજુ પણ ચાલી રહી છે તો કેટલાક દેશોમાં હજુ પણ લોકડાઉન ચાલી રહ્યું છે. ગુજરાત સહિતના રાજ્યોમાં પણ નિયમિત કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે તેવામાં જાહેર સ્થળોએ લોકોએ ભેગા થવું એટલે કોરોનાને ફરી માથું ઉચકવા માટે મોકળું મેદાન આપવા જેવી વાત છે. ભાદરવી પૂનમે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામમાં મેળાનું આયોજન થાય છે. જો કે છેલ્લા એક વર્ષથી કોરોનાને કારણે મેળાનું આયોજન યોજવામાં આવ્યું નથી. આ વર્ષે મંદિરના વહીવટી વિભાગ દ્વારા કે કલેકટર દ્વારા કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત મેળો યોજાશે કે કેમ તે અંગે કરવામાં આવી નથી તેમ છતાં અંબાજીમાં મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતના અનેક ઠેકાણેથી પગપાળા સંઘોએ પણ પ્રયાણ કરી દીધું છે. તંત્ર અને સરકાર ખુલ્લેઆમ લોકોના આરોગ્ય સાથે રમત રમી રહી હોય તેમ લાગી રહ્યું છે. જો કે લોકોમાં સરકારની આવી કામગીરીથી એવો પણ પ્રશ્ન ઉઠ્યો છે કે, સરકાર અંબાજીમાં કોરોના વિજ્યોત્સવનો મેળો યોજવાની છે ?
ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજવામાં આવતો હોય છે. જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં માઈભક્તો પગપાળા કરીને અંબાજી પહોંચતા હોય છે. જો કે, કોરોના મહામારીને કારણે અંબાજીમાં ભરાતો પૂનમનો મેળો ગતવર્ષે બંધ રાખવામાં આવ્યો હતો અને ચાલુ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો 14 સપ્ટેમ્બરથી શરૂ થનાર છે. પરંતુ હાલ અંબાજીના બજારોમાં તૈયારીઓ તડામાર રીતે ચાલી રહી છે. તો બીજી બાજુ હજુ સુધી મેળાના આયોજન મામલે હજુ સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મંદિર તંત્ર સરકાર ઉપર આયોજન મામલે ખો નાખી રહ્યું છે જયારે સરકાર ચુપકીદી સેવીને સમગ્ર તમાશો નિહાળી રહી હોય તેમ લાગી રહ્યું છે.
દર વરસે અંબાજી ખાતે ભાદરવી પૂનમે લાખ્ખો પદયાત્રીઓ આવે છે. સેંકડો સંઘો પણ પગપાળા અંબાજી આવે છે. દર વર્ષે સાત દિવસનો મેળો જાહેર કરી સરકાર તરફથી અનેક નિયંત્રણો અને વ્યવસ્થાઓ કરવામાં આવે છે. છેલ્લા બે વરસથી કોરોના મહામારીના કારણે ભાદરવી પૂનમના તમામ કાર્યક્રમો બંધ છે. આ વરસે કોરોનાનો પ્રકોપ ઓછો થવા છતાં અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા અંગે અનિશ્ચિતતાઓ છે. આમ છતાં અનેક સંઘો અને હજારો પદયાત્રીઓ અંબાજી તરફ જઈ રહ્યા છે. આ દર્શનાર્થીઓની ભીડને કોરોના ગાઈડલાઈન સાથે મંદિરમાં પ્રવેશ મળશે કે કેમ અને મેળો યોજાશે કે કેમ તે અંગે હજી સરકાર તરફથી કોઈ જાહેરાત કરાઈ નથી. આ સ્થિતિમાં પદયાત્રીઓ ભાદરવી પૂનમ નિમિત્તે સોશ્યલ ડીસ્ટંટ સાથે દર્શન કરી શકે તે માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ અંબાજી ખાત તૈયારીઓ શરૂ કરી દીધી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)