Home Gujarat ભક્તો માટે લેસર શો : ગબ્બર પર્વત પર હવે ભક્તો નિહાળશે માં...

ભક્તો માટે લેસર શો : ગબ્બર પર્વત પર હવે ભક્તો નિહાળશે માં અંબા તેમજ 51 શક્તિપીઠનો ઈતિહાસ

Face Of Nation 04-03-2022 : ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શક્તિપીઠ અંબાજી આવતા ભક્તો માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગબ્બર ગોખ પર હવે 51 શક્તિપીઠનું મહત્વ તેમજ શક્તિપીઠ અંબાજી માં અંબાના પ્રાગટ્યથી લઈને તેમના ઇતિહાસની કહાની લેસર કિરણો દ્વારા ગબ્બર પર જોઈ શકાશે. રાત્રી દરમિયાન લેસર કિરણોના મદદ દ્વારા માતાજીનો ઇતિહાસ ભક્તો નિહાળી શકશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી જેમ હવે લેસર શૉ અંબાજીમાં પણ દેખાશે
વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલના જીવન પર આધારિત ફિલ્મ લેસર કિરણોની મદદથી રાત્રી દરમિયાન પ્રવાસીઓને દેખાડવામાં આવે છે. અંબાજીના ગબ્બર પર્વત પર હવે માં અંબાની ફિલ્મ ભક્તો દેખી શકશે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ લેસર શૉ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે બાદ લેસર શૉ માટે કામગીરી હાથ ધરવામાં આવશે.
શક્તિપીઠ અંબાજી અને 51 શક્તિપીઠનું માહાત્મ્ય લેસર શૉમાં દેખાશે
અંબાજી માં અંબાના દર્શન કરવા માટે લાખો ભક્તો દર વર્ષે આવે છે. આ ભક્તો માં અંબાનો મંદિર તેમજ ગબ્બરનો ઇતિહાસ જાણે. તેમજ 51 શક્તિપીઠ ક્યાં આવેલા છે. તેમજ તે તમામ સાથે માંના જોડાણની ફિલ્મો ભક્તોને લેસર કિરણોથી દેખાડી શકાશે. અંબાજીમાં ભારત તેમજ વિદેશમાં વસતા ભક્તો માતાના દર્શન કરવા આવે છે. ત્યારે તેઓ માં અંબાના ઇતિહાસ થી પરિચિત થાય તેમજ માતાના ઈતિહાસની સાચી સમજ કેળવે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).