Face Of Nation 05-06-2022 : ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ભ્રષ્ટાચારથી લઈને ભક્તો પાસેથી પ્રસાદના નામે લૂંટ ચલાવનારાઓથી બદનામ થઈ ગયું છે. અગાઉ મંદિરને ભરષ્ટાચારીઓએ કલંકિત કરવામાં કાઈ બાકી રાખ્યું નથી તેવામાં હવે ખુદ કેટલાક સ્થાનિક પોલીસ કર્મચારીઓની રહેમનજર હેઠળ જીવતા લૂંટારાઓ ધોળા દિવસે ભક્તોને પ્રસાદના નામે લૂંટી રહ્યા છે અને તંત્ર શાંતિથી કડકાઈ દાખવવાને બદલે તમાશો નિહાળી રહ્યું છે. શરમને નેવે મૂકીને માત્ર પૈસા માટે માં અંબાના ધામને કલંકિત કરનારાઓ રાક્ષસોથી કમ નથી. તાજતેરમાં અમદાવાદના એક ભક્તને પ્રસાદના નામે મસમોટી રકમ પડાવવાનું ષડયંત્ર સામે આવ્યું છે. આ ષડયંત્ર ત્યારે સામે આવ્યું જ્યારે એ ભક્તે પોલીસ ફરિયાદ કરી પણ જો તેમણે પોલીસ ફરિયાદ ન કરી હોત તો અનેક કિસ્સાઓની માફક આ કિસ્સો પણ દબાઈ ગયો હોત. અંબાજી પોલીસના કર્મચારીઓએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી સ્થિતિ છે કેમ કે તેમના કાર્યક્ષેત્રના વિસ્તારમાં પોલીસ શબ્દનો કોઈને ડર જ નથી અને પ્રસાદના વેપારીઓ એટલા બેફામ બની ગયા છે કે બહારથી આવનારાઓને ધાક ધમકી અને આસ્થાની આડ લઈને લૂંટી રહ્યા છે. પોલીસની એટલી ધાક હોવી જોઈએ કે કોઈ ગુનો કરતા પહેલા સો વાર વિચાર કરે. જો કે અંબાજી પોલીસ સ્ટેશન માટે આ કહેવત અલગ જ છે. અંબાજી પોલીસ સ્ટેશનની ધાક એવી થઈ ગઈ છે કે, ગુનેગારોને ગુનો કરતા વિચાર જ નથી આવતો કેમ કે પોલીસ ખાલી નામની વરદી પહેરીને દંડા પછાડતી ફરે છે. શરમ કરવી જોઈએ આવા અધિકારીઓએ પણ કે જેઓ પોલીસ ઇન્સ્પેક્ટરના પદ હેઠળ ચાર્જ લઇ લે છે પણ વિસ્તારમાં ગુનાખોરી ડામવામાં નિષ્ફળ રહે છે. અંબાજી વિસ્તારમાં પોલીસની ધાક ગુનેગારોમાં બેસે તે અત્યંત જરૂરી બન્યું છે કેમ કે પ્રસાદના નામે લૂંટ એ તો હવે અંતની વાત થઈ ગઈ છે જેને ડામી દેવી અત્યંત જરૂરી છે કેમ કે આ પહેલી ફરિયાદ નથી આવી અનેક ફરિયાદો અગાઉ ઉઠી છે તેમ છતાં લોકો બિન્દાસ્ત બનીને લૂંટ ચલાવી રહ્યા છે. અંબાજીમાં પ્રવેશતાની સાથે જ આવા લૂંટારાઓ પોતાના શિકારને શોધે છે અને તેમની જાળમાં બિન્દાસ્ત ફસાવી લે છે તેમ છતાં આવતા જતા પોલીસ કર્મચારીઓની નજરે તેઓ ચઢતા નથી તે પોલીસ કર્મચારીઓના ભાગબટાઈની ચાડી ખાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat ધર્મ સ્થાન બદનામ : પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના “નઘરોળ તંત્ર અને ભ્રષ્ટાચારી અધિકારી”ઓના...