Face Of Nation 02-01-2025 : ગુજરાતના હવામાન વિભાગને તાળા મારી અધિકારીઓને ઘેર બેસાડી સરકારી પૈસાને બચાવવા પગલાં લેવા સરકારે વિચારણા કરવી પડે તેમ છે. આગાહીના સમાચારો જોતા એમ થાય છે કે, હવે હવામાન વિભાગ કરતા અંબાલાલની આગાહી વધુ વિશ્વાસ પાત્ર બનતી જઈ રહી છે. અંબાલાલની આગાહી સરકારી નથી તેમ છતાં હવામાન વિભાગની આગાહી વિના અંબાલાલની આગાહીનું મહત્વ વધતું જઈ રહ્યું છે. લોકોમાં એવી પણ રમૂજો ઉઠી છે કે, હવામાન વિભાગ પણ બંધ બારણે અંબાલાલને પૂછીને આગાહી કરતું હશે કે પ્રેસ નોટ જાહેર કરતું હશે.
ઉત્તરાયણ નજીક આવતા જ પતંગરસિયાઓને એક જ ચિંતા હોય છે કે પવનની ગતિ કેવી રહેશે?. આ ઉત્તરાયણ પર હવે પતંગરસિયાઓ માટે માવઠું પણ ચિંતા વધારે તેવી સ્થિતિ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 12 થી 18 જાન્યુઆરી દરમિાયન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠુ થવાની આગાહી કરી છે. હજુ હવામાન વિભાગે આગાહી કરી નથી ત્યાં અંબાલાલે આગાહી કરતા હવામાન વિભાગના અધિકારીઓ ઠંડીની નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. જો અંબાલાલ કોઈ પણ પ્રકારના સરકારી સાધનો વિના સચોટ આગાહી કરી શકતા હોય તો સાધન સંપન્ન એવા સરકારી અધિકારીઓ કેમ ખોટા સાબિત થઇ રહ્યા છે કે હવામાનનો વર્તારો મેળવવામાં કાચા પડી રહ્યા છે તે સમજાતું નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
GST ચોરીના કૌભાંડ બાદ ઊંઝાના ચીટર પ્રબોધ નરેશ શર્માનું સરકારને ચૂનો ચોપડવા બનાવટી ખાતર કૌભાંડ