Face Of Nation 27-04-2022 : બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આજે મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. ડીસામાં આવેલા ડોકટર હાઉસ પાસે 108 એમ્બ્યુલન્સમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. સદનસીબે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી કે સ્ટાફ હાજર ન હોવાથી જાનહાનિ થતા અટકી હતી. આગના પર ઘટનાસ્થળ પર લોકોના ટોળા એકઠા થયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો.
કોઈ દર્દી હાજર ન હોવાથી જાનહાનિ થતા અટકી
રાજ્યમાં હાલ આકરી ગરમી પડી રહી હોવાથી અલગ અલગ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થયો છે. ખાસ કરીને વાહનોમાં આગ લાગવાની ઘટનામાં વધારો થયો છે. ત્યારે આજે બનાસકાંઠાના ડીસાના ડોકટર હાઉસ પાસે આજે ઉભેલી એક 108માં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. સદનસીબે આગની ઘટના સમયે 108માં સ્ટાફ કે કોઈ દર્દી હાજર ન હોવાથી જાનહાનિ થતા અટકી હતી. ઘટનાની જાણ ડીસા ફાયર બ્રિગેડને થતા ફાયર ફાઈટર ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે 108 એમ્બ્યુલન્સમાં ભારે નુકસાન થયું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).