Face Of Nation 29-03-2022 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને AMTSની બસ સુવિધામાં વધારો કર્યો છે. હવે કેશ નહી પરંતુ ‘Paytm’ના માધ્યમથી પણ ઓનલાઇન ટિકિટ ખરીદી શકાશે. પે-ટીએમથી ટિકિટ ખરીદનારા પ્રવાસીઓ બસમાં પ્રથમ સવારી નિઃશુલ્ક કરી શકશે. તો સાથે ડિજીટલ અમદાવાદનું ડિજીટલ પરિવહન સાથે 100 નવી CNG બસનું લોકાર્પણ કરવામાં આવ્યું. તંત્ર દ્વારા વાસણા ડેપોમાં આંતરિક રસ્તો તેમજ ફૂટપાથ વગેરે નવેસરથી તૈયાર કરીને તેને અપ-ડુ-ડેટ કરાયો છે. અત્યાર સુધી પેસેન્જર્સને ડેપો બહારથી બસ પકડવી પડતી હતી, જેમાંથી રાહત મળશે. શહેરના મેયર કિરીટ પરમારના હસ્તે AMTSમાં મુકાયેલી 10 સીએનજી બસને લીલી ઝંડી અપાઈ હતી. વાસણા ડેપો ખાતે મેયરે કેશલેસ, કોન્ટેક્ટલેસ પેટીએમ ડિજિટલ માધ્યમનો પણ પ્રારંભ કર્યો હતો.
પહેલી વખત ટિકિટ કરાવનાર મુસાફરી નિઃશુલ્ક
જોકે Paytmથી પહેલી વખત ટિકિટ બુક કરાવનાર પેસેન્જરને આ કંપની દ્વારા 100 કેશબેકનો લાભ અપાશે.અલબત્ત પેટીએમ કંપની તો AMTS તંત્રને પૂરેપૂરી રકમ ચૂકવશે. દરમિયાન આ અંગે AMTSના ચેરમેન વલ્લભ પટેલને પૂછતા તેઓ કહે છે- પેસેન્જર્સ ક્યૂઆર કોડ સ્કેન કરીને અન્ય એપ પરથી પણ ટિકિટ લઈ શકશે, પરંતુ તેની રકમ પેટીએમમાં જમા થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).