Home News કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવતા AMC કમિશનર વિજય નેહરા હોમ ક્વોરેન્ટાઇન

કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવતા AMC કમિશનર વિજય નેહરા હોમ ક્વોરેન્ટાઇન

ફેસ ઓફ નેશન, 05-05-2020 : અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નેહરા કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવતા હોમ ક્વોરેન્ટાઇન થવાનો નિર્ણય લીધો છે. બે અઠવાડિયા સુધી નેહરા હોમ ક્વોરેન્ટાઇન થતા તેમનો ચાર્જ મેરી ટાઈમ બોર્ડના વાઇસ ચેરમેન મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોનાની કામગીરીની દેખરેખ માટે વિશેષ અધિકારી તરીકે વન અને પર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તાની સરકારે નિયુક્તિ કરી છે. જો કે હોમ ક્વોરેન્ટાઇન થવાનો નિર્ણય વિજય નેહરાએ જાતે લેતા સરકારે તેમને સાઈડ લાઈન કરી દીધા હોવાની પણ વાતોએ વેગ પકડ્યો છે. હાલ તેમની કામગીરી અમદાવાદમાં કોરોના મામલે અસરકારક રહી નથી જેને લઈને આ ચર્ચા ઉઠી છે.
અમદાવાદ મ્યુ. કમિશનર કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવતા ગાઈડ લાઈન મુજબ તેઓએ હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. બે અઠવાડિયા સુધી તેઓ ઘરે જ રહેશે. તેમની જગ્યાએ અમદાવાદ કોર્પોરેશનની કામગીરી મુકેશ કુમારને સોંપવામાં આવી છે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

અમદાવાદ : રિલીફ રોડ ઉપર લોકો બહાર નીકળતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, જુઓ Video

અમદાવાદ : રિલીફ રોડ ઉપર લોકો બહાર નીકળતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, જુઓ Video

ગુજરાતમાં છેલ્લા 6 દિવસથી સતત કોરોનાના કેસો અને મૃત્યુઆંક વધી રહ્યો છે, તંત્ર કહે છે ગભરાવવાની જરૂર નથી

ગઈ મોડી રાતે બનાસકાંઠામાં થઇ એવી જોરદાર વીજળી કે લોકો ગભરાઈ ગયા, જુઓ Video