Home Uncategorized અમદાવાદમાં કોરોનાને કાબુમાં લેવા નિષ્ફ્ળ નીવડેલા વિજય નેહરાને હટાવ્યા હોવાની ચર્ચા

અમદાવાદમાં કોરોનાને કાબુમાં લેવા નિષ્ફ્ળ નીવડેલા વિજય નેહરાને હટાવ્યા હોવાની ચર્ચા

ફેસ ઓફ નેશન, 05-05-2020 : અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના મ્યુ. કમિશનર વિજય નેહરાએ સ્વેચ્છાએ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હોવાથી હોમ ક્વોરેન્ટાઇન થવાનો નિર્ણય લીધો અને તેની ગણતરીની મિનિટો બાદ જ ગાંધીનગરથી જાહેરાત થઇ કે અત્યાર સુધીમાં કોરોનાના સૌથી વધુ કેસ 441 રાજ્યમાં નોંધાયા અને અમદાવાદમાં 349 કેસ નોંધાયા. પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરતા જ આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિએ કહ્યું કે, અમદાવાદ શહેરી વિસ્તારમાં જે કોરોનાના કેસોમાં વધારો થયો છે તેની ગંભીરતાને લઈને સરકારે થોડા અગત્યના નિર્ણયો લીધા છે. વિજય નેહરા પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવતા 14 દિવસ ક્વૉરૅન્ટિનમાં જવું પડ્યું છે. જેના પછી તુરંત જ સરકાર દ્વારા અમદાવાદ મ્યુ. કમિશનરનો ચાર્જ મુકેશ કુમારને સોંપવામાં આવ્યો છે. જેઓએ ચાર્જ સાંભળી લીધો છે અને મિટિંગો પણ કરી લીઘી છે. અમદાવાદ શહેરને નિયંત્રણમાં લાવવા માટે અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ કુમાર ગુપ્તાને પણ ચાર્જ સોંપવામાં આવ્યો છે. સાથે જ સમાંતર રીતે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ, ચીફ સેક્રેટરી કે.કે. કૈલાસનાથને પણ રીવ્યુ અને મિટિંગ માટે અમદાવાદ મોકલવામાં આવ્યા હતા.
આરોગ્ય અગ્ર સચિવે કરેલી આ જાહેરાત જ કહી જાય છે કે, સરકારે વિજય નેહરાને સાઈડ લાઈન કરી દીધા છે. પ્રજામાં કોઈ ખોટો મેસેજ ન જાય કે સરકારની બદનામી ન થાય તે માટે થઈને તેમને હોમ ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા હોવાની અનેક ચર્ચાઓએ હાલ વેગ પકડ્યો છે. વિજય નેહરાએ હોમ ક્વોરેન્ટાઇનની જાહેરાત કર્યાની થોડી જ મિનિટોમાં ગુજરાત સરકારના અધિકારીઓની આખી ટિમ અમદાવાદમાં ઉતરીને રીવ્યુ મિટિંગ સહીત અમદાવાદની પરિસ્થિતિને કાબુમાં લેવાના કામે લાગી છે. જેથી આ બાબત ઉપરથી સ્પષ્ટ કહી શકાય કે સરકારે માત્ર એકાદ કલાક કે અડધા કલાકમાં લીધેલા આ કોઈ નિર્ણયો નથી. આજે કોરોનાના કેસો જે રીતે સામે આવ્યા તે જોતા મ્યુ. કમિશનરની કામગીરી ઉપર અનેક સવાલો થાય તે સ્વાભાવિક છે.
સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસોની સાથે મૃત્યુ આંક વધી રહ્યા છે. અમદાવાદ ગુજરાત રાજ્યનું કોરોના કેન્દ્ર બની ગયું છે તેવામાં અમદાવાદમાં કોઈ અસરકારક કામગીરીની તાતી જરૂરિયાત ઉભી થઇ હતી. સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે કોઈ અસરકારક કામગીરી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી હતી. ત્યારે આજે સાંજે અચાનક જ વિજય નેહરાએ પોતે કોરોના પોઝિટિવના સંપર્કમાં આવ્યા હોવાની વાત જણાવીને હોમ ક્વોરેન્ટાઇનનો નિર્ણય લઈ હોમ ક્વોરેન્ટાઇન થઇ ગયા હતા. જેની ગણતરીની મિનિટોમાં જ બીજા અધિકારીની નિયુક્તિ થઇ જાય છે, તેઓ ચાર્જ પણ સાંભળી લે છે, કોર્પોરેશનના અન્ય અધિકારો સાથે મિટિંગ પણ કરી લે છે અને ગાંધીનગરથી સિનિયર આઈએએસ અધિકારીઓની ટિમને પણ મોકલવામાં આવે છે જેને લઈને સ્વભાવિક દેખાઈ આવે અને ચર્ચા ઉભી થાય કે, વિજય નેહરાની કામગીરીથી સરકારે તેમને હાલ સાઈડ લાઈન કર્યા છે. આ બાબત હાલ ખુદ કોર્પોરેશનમાં ચર્ચાનો મુદ્દો બની છે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

અમદાવાદ : રિલીફ રોડ ઉપર લોકો બહાર નીકળતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, જુઓ Video

ગઈ મોડી રાતે બનાસકાંઠામાં થઇ એવી જોરદાર વીજળી કે લોકો ગભરાઈ ગયા, જુઓ Video

અમદાવાદ : રિલીફ રોડ ઉપર લોકો બહાર નીકળતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, જુઓ Video

ગુજરાતમાં છેલ્લા 6 દિવસથી સતત કોરોનાના કેસો અને મૃત્યુઆંક વધી રહ્યો છે, તંત્ર કહે છે ગભરાવવાની જરૂર નથી