Home News AMC : સેમ્પલ ટેસ્ટિંગની પ્રક્રિયામાં રહેલા કર્મચારીને કોરોનાનો ચેપ લાગ્યો

AMC : સેમ્પલ ટેસ્ટિંગની પ્રક્રિયામાં રહેલા કર્મચારીને કોરોનાનો ચેપ લાગ્યો

ફેસ ઓફ નેશન, 16-04-2020 : અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના કર્મચારીને કોરોનનો ચેપ લાગ્યો છે. આજે તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. આ કર્મચારી કોરોનાના સેમ્પલની ટેસ્ટિંગ પ્રક્રિયામાં કામ કરી રહ્યા હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે.
કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીને કોરોના આવતા તેની સાથે કામ કરતા 13 અન્ય કર્મીઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. હાલ આ તમામ લોકોની આરોગ્ય ચકાસણી પણ કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

ટોરેન્ટ પાવર અને GEBએ લોકોને છેલ્લા બિલોની એવરેજના આધારે બિલ મોકલ્યા

ગાંધીનગર : કોરોનાના કહેર વચ્ચે કોલવડાની આયુર્વેદિક કોલેજમાં દીપડો ઘુસ્યો, જુઓ Video