Home News અમદાવાદ અને મુંબઇ લોકલમાં રેલવે ટ્રેક પર પાણી જમા થતાં રેલ વ્યવહાર...

અમદાવાદ અને મુંબઇ લોકલમાં રેલવે ટ્રેક પર પાણી જમા થતાં રેલ વ્યવહાર પ્રભાવિત,અનેક ટ્રેઈનો મોડી તો કેટલીક થઇ રદ

Face Of Nation:મુંબઇમાં ભારે વરસાદના લીધે એક વખત ફરીથી લોકોની મુસીબત વધી ગઇ છે. કેટલીય જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઇ જતા સ્થિતિ કફોડી થઇ છે. આ બધાની વચ્ચે મુંબઇ – અમદાવાદ અને મુંબઇ લોકલમાં ઠેર ઠેર રેલવે ટ્રેક પર પાણી જમા થતાં રેલવે વ્યવહાર પ્રભાવિત થયો છે અને કેટલીય ટ્રેન રદ કરવી પડી છે. મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં ગુરૂવારથી ચાલુ થયેલ વરસાદ રવિવાર સુધી ચાલુ જ રહ્યો. હવામાન વિભાગનું કહેવું છે કે હજુ આવતા બે દિવસ સુધી વરસાદ પડે તેવી શકયતા છે.

મુંબઈમાં વરસાદથી ટ્રેન વ્યવહાર અસરગ્રસ્ત, રેલવે ટ્રેક પર પાણી ભરાતા અનેક ટ્રેન મોડી

મુંબઈ – અમદાવાદ વચ્ચે ટ્રેન વ્યવહારને અસર
12954 ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ એક કલાક મોડી
14707 રણકપુર એક્સપ્રેસ અઢી કલાક મોડી
11101 ગ્વાલિયર વિરલી 2.15 કલાક મોડી
22953 ગુજરાત એક્સપ્રેસ 50 મિનિટ મોડી
22956 કચ્છ એક્સપ્રેસ 2 કલાક મોડી
12934 કર્ણાવતી એક્સપ્રેસ 34 મિનિટ મોડી
12990 દાદર વેસ્ટર્ન એક્સપ્રેસ 40 મિનિટ મોડી
12009 શતાબ્દી એકસ્પ્રેસ એક કલાક મોડી
16587 બિકાનેર એક્સ્પ્રેસ 1.10 કલોક મોડી

આટલી આ ટ્રેનોને કરાઇ રદ્દ

વલસાડ – વાપી પેસેન્જર ટ્રેન રદ્દ કરવામાં આવી
12922 ફ્લાઈંગ રાણી આંશિક રદ્દ, નવસારીથી સુરત જશે
12935- બાંદ્રા ટર્મિનસથી સુરત
69139- બોરીવલીથી સુરત
61002/ 61001- વસઇ રોડ-ભોઇસર-વસઇ રોડ
09070- વલસાડ-તાપી
09069- વાપી-સુરત
69174- ધાનુરોડ-બોરીવલી
93002- ધાનુ રોડ-બોરીવલી

મુંબઇ-સુરત, વલસાડ વચ્ચે દોડતી ટ્રેનોને અહીં રોકી દેવાઇ

12922 સુરત-મુંબઇ સેન્ટ્રલ ટ્રેનને નવસારી,
19004 ભુસવાલ-બાંદ્રા ટર્મિનસને ભોઇસર,
59038 સુરત-વિરારને બિલિમોરિયા
59024 વલસાડ-મુંબઇ સેન્ટ્રલ ટ્રેનને ઉદવડામાં રોકાઇ

આ ટ્રેનો અહીં ઉભી રહેશે

વેસ્ટર્ન રેલવેનું કહેવું છે કે મુંબઇ-વલસાડ-સુરત સેકશન પર કેટલીક ટ્રેનો રદ્દ થવાથી 14707 બિકાનેર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ, સુરત-મુંબઇની વચ્ચે તમામ સ્ટેશનો પર થોભશે, જ્યાં ટ્રેન નંબર 12922 થોભે છે. તેની સાથે જ 22946 સૌરાષ્ટ્ર મેલ પણ વલસાડ-મુંબઇની વચ્ચે એ તમામ સ્ટેશનો પર થોભશે જ્યાં વલસાડ-મુંબઇ સેન્ટ્રલ ટ્રેન થોભે છે.

વેસ્ટર્ન રેલવે એ 13 ટ્રેન રદ કરી

વેસ્ટર્ન રેલવેના મતે મુંબઇ ડિવિઝનના પાલઘર વિસ્તારમાં રવિવાર રાત્રે મૂશળધાર વરસાદ પડ્યો. આ દરમ્યાન 361 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ત્યાં સવારે 4 થી 5 વાગ્યાની વચ્ચે એક કલાક દરમ્યાન 100 મિલીમીટર વરસાદ નોંધાયો છે. પેસેન્જર્સની સુરક્ષાને જોતા મુંબઇ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ સહિત કેટલીય ટ્રેનનો સમય બદલાયો છે કાં તો આંશિક રીતે રદ્દ કરાઇ છે. વેસ્ટર્રન રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.