Face Of Nation:અમદાવાદના રામોલમાં દસવર્ષ બાદ દુશ્મનીનો બદલો લેવામાં આવ્યો છે. દશ વર્ષ પહેલા થયેલ ઝઘડાની અદાવત રાખીને ત્રણ શખ્સોએ એક યુવાનને માર મરાયો હતો. જોકે સારવાર દરમિયાન યુવાનનું મોત થતાં જ પોલીસએ ત્રણેય શખ્સોની સામે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીઓની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના રામોલમાં સુરેલીયા એસ્ટેટ રોડ પર દસ વર્ષ પહેલાની અદાવતમાં એક યુવાનનો ભોગ લેવાયો છે. રામાલો પોલીસ સ્ટેશનમાં તડીપાર નિલેષ વિહોલ કોર્ટ મુદ્દતે અમદાવાદ આવ્યો હતો અને 23મી જુલાઇએ રાત્રીના ત્રણ વાગ્યાની આસપાસ તેના મિત્રો સાથે લક્ષ્મણ એસ્ટેટમાં ચા પીવા માટે ગયો હતો.જોકે એ દરમિયાન કનુ વણઝારા અને અન્ય બે શખ્સોએ તેને માર માર્યો હતો. જેથી તેને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે આજે વહેલી સવારે સારવાર દરમિયાન તેનું મોત થયું છે.સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચી હતી. અને આરોપીઓ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ અને મરણજનાર વચ્ચે દસ વર્ષ પહેલા થયેલ ઝઘડાની અદાવત હોવાની પોલીસને આશંકા છે. અને એજ અદાવતને ધ્યાનમાં રાખીને આરોપીઓએ નિલેષ વિહોલને માર માર્યો હતો.