Home Uncategorized સતત ઉકળાટ વચ્ચે ક્યારે પડશે કરાફાડ વરસાદ?હવામાન વિભાગનું શું છે અવમાન?જાણો વિગત

સતત ઉકળાટ વચ્ચે ક્યારે પડશે કરાફાડ વરસાદ?હવામાન વિભાગનું શું છે અવમાન?જાણો વિગત

અમદાવાદમાં એક સપ્તાહથી સતત ઉકળાટ વધી રહ્યો છે પરંતુ વરસાદના આવતાં શહેરીજનો બરાબરના અકળાયા છે. ત્યારે 3 અને 4 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

Face Of Nation:અમદાવાદ: છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે જોકે અમદાવાદમાં એક સપ્તાહથી સતત ઉકળાટ વધી રહ્યો છે પરંતુ વરસાદ ના આવતાં શહેરીજનો બરાબરના અકળાયા છે. ત્યારે 3 અને 4 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં આ બે દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ ફરી એકવાર વરસાદે અમદાવાદીઓને હાથ તાળી આપી છે. હજુ પણ આગામી સપ્તાહ સુધી અમદાવાદમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે, અરબ સાગરમાં સક્રિય થયેલી મોન્સુન સિસ્ટમના કારણે વરસાદી માહોલ રચાયા બાદ 3 જુલાઈથી ગુજરાતના મોટા ભાગના વિલસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે જેના કારણે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાંક ભાગમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમ બે દિવસમાં નબળી પડી જશે જેથી ત્યાર બાદ એટલે કે, 3 જુલાઈ સુધી રાજ્યમાં સામાન્યથી મધ્ય વરસાદ વરસશે.

સોમવારે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે, જેમાં ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણનો સમાવેશ થાય છે. આ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે.

3 અને 4 જૂલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાવર વરસાદ શરૂ થવાની શક્યતાઓ છે, જ્યારે અન્ય ભાગોમાં છુટો છવાયો વરસાદ થશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, દાહોદ, પંચમહાલ, અરવલ્લી વગેરે વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે.