Home Crime અમેરિકાની જેલમાં અંધાધૂંધ ફાયરિંગ, કેદીઓ વચ્ચે થયેલી હિંસક ઝડપમાં 24 કેદીઓના મોત...

અમેરિકાની જેલમાં અંધાધૂંધ ફાયરિંગ, કેદીઓ વચ્ચે થયેલી હિંસક ઝડપમાં 24 કેદીઓના મોત 48 ઘાયલ

Members of a gang known as the Mara 18 crowd into cells at the Izalco jail in Sonsonate, El Salvador. (Meridith Kohut/The New York Times)

Face Of Nation, 29-09-2021:  દક્ષિણ અમેરિકાના કેટલાક દેશોની જેલમાં છાશવારે હિંસક ઘર્ષણ જોવા મળે છે. તાજો મામલો ઈક્વાડોરની એક જેલમાં જોવા મળ્યો છે. જ્યાં જેલની હાઈ સિક્યુરિટીના ધજાગરા ઉડાવતા કેદીઓ વચ્ચે થયેલી હિંસક ઝડપમાં 24 કેદીઓના મોત થયા છે. આ ખૂની સંધર્ષમાં 48 કેદીઓ ઘાયલ થયા છે. ઈક્વાડોરની સરકારી એજન્સીએ જેલમાં વર્ચસ્વની લડાઈની આ વારદાતની પુષ્ટી કરી છે.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યાં મુજબ જેલમાં આવું ક્યારેય પહેલા જોવા મળ્યું નથી. પ્રશાસન તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ હાલાત એટલા બેકાબૂ હતા કે જ્યારે પોલીસથી સ્થિતિ કંટ્રોલમાં ન આવી તો સેનાએ વચ્ચે પડવું પડ્યું. સેનાની એન્ટ્રીના પાંચ કલાક બાદ હાલાત કાબૂમાં આવ્યા.

ગુઆસના ગવર્નર પાબલો અરોસેમેનાએ કહ્યું કે સ્થિતિ હવે નિયંત્રણમાં છે. તેમના જણાવ્યાં મુજબ હિંસક સંઘર્ષમાં ગોળીઓ છૂટી, ચાકૂ લહેરાવ્યા, ધડાકા કર્યા, જેલમાં લોસ લોબોસ અને લોસ ચોનેરોઝ ગેંગ વચ્ચે આ હિંસક ઝડપ થઈ.

ટીવી પર દર્શાવવામાં આવેલી તસવીરોમાં કેદીઓ જેલની બારીઓમાંથી ફાયરિંગ કરતા જોવા મળી રહ્યા હતા. ગુઆસ સરકારે ટ્વિટર એકાઉન્ટથી પણ કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં જેલના એક ભાગથી કેટલાક રસોઈયાઓ નીકળતા જોઈ શકાય છે. આ અગાઉ જુલાઈમાં દેશની એક જેલમાં થયેલા ઝઘડામાં 100થી વધુ કેદીઓ માર્યા ગયા હતા. જ્યારે બીજી જેલમાં 18 કેદીઓના મોતના અહેવાલ આવ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)