Face Of Nation, 07-10-2021: અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડનના પ્રશાસનની જેમ એક સીનિયર અધિકારીએ બુધવારે કહ્યું કે રશિયાથી S-400 ટ્રાયમ્ફ મિસાઈલ રક્ષા પ્રણાલી ખરીદવાનો નિર્ણય બન્ને દેશોના સંબંધમાં એક સમસ્યા તરીકે સામે આવી છે. અમેરિકન અધિકારીઓનું કહેવું છે આ સોદો સુરક્ષાના હેતુથી બરાબર નથી. જો કે તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા અને ભારત એક મજબૂત પાર્ટનર રહ્યા છે અને આશા છે કે બન્ને દેશોમાં આ મદ્દાને દ્વીપક્ષીય વાર્તાના માધ્યમથી ઉકેલવા સક્ષમ થશે.
અમેરિકાના ડિપ્ટી સેક્રેટરી ઓફ સ્ટેટ વેન્ડી શર્મને નવી દિલ્હીમાં પત્રકારોની સાથે વાતચીતમાં કહ્યું કે જે દેશ S-400નો ઉપયોગ કરવાનો નિર્ણય કરે છે. તેમને લઈને અમારી નીતિઓ સાર્વજનિક રહી છે. અમને લાગે છે કે આ ખતરનાક છે અને આ કોઈ પણ સુરક્ષાના હિતમાં નથી. જોકે તેમ છતાં હું કહેવા માંગુ છું કે ભારત અને અમેરિકાનો સંબંધ ઘણો મજબૂત છે. ઉલ્લેખનીય છે કે રશિયાથી S-400 મિસાઈલ સિસ્ટમ ખરીદવાના કારણે અમેરિકાએ નાટોના સભ્ય દેશ તૂર્ક પર પ્રતિબંધ લગાવ્યા હતા. તેવામાં એ વાતની આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે અમેરિકા ભારત પર પણ આવો પ્રતિબંધ લગાવી શકે છે.
એક સોર્સ મુજબ વેન્ડી શર્મન અને હર્ષ શ્રૃંગલાએ રશિયાની સાથે ભારતના એસ-400 કરાર પર ચર્ચા કરી હતી. ભારતના રક્ષા સચિવ અજય કુમાર જલ્દી અમેરિકન રક્ષા નીતિ સમૂહની મીટિંગમાં શામેલ થવા માટે વોશિંગ્ટન જશે. આ બેઠકમાં એસ 400 મુદ્દા પર ચર્ચા થવાની સંભાવના છે. અમેરિકાએ અનેક વાર સંકેત આપ્યા છે કે રશિયા- ભારતની એસ 400 મિસાઈલ સોદો અમેરિકા- ભારતની રક્ષા ભાગીદારી ઉપર સંકટ પેદા કરી શકે છે અને અમેરિકા કાઉન્ટરિંગ અમેરિકા એડવાઈઝરિઝ થ્રુ સેંક્શન એક્ટ CAATSAના સેક્શન 231 હેઠળ અમેરિકા ભારત પર પ્રતિબંધ પણ લગાવી શકે છે. જો કે વેન્ડીએ સ્પષ્ટ કર્યું છે કે એસ 400 કરારને લઈને શક્ય પ્રતિબંધ અંગે કોઈ નિર્ણય રાષ્ટ્રપતિ જો બાયડન અને વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન લેશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)