Face Of Nation 25-03-2022 : રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ છેલ્લાં 29 દિવસથી ચાલુ રહ્યું છે. ગુરુવારે નાટો સમિટ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને યુક્રેનને લઈને કેટલીક મહત્વની જાહેરાત કરી છે. અમેરિકાએ નિર્ણય લીધો છે કે તેઓ યુક્રેનના 1 લાખ લોકોને આશરો આપશે. આ ઉપરાંત 1 અબજ ડોલર મદદ માટે જાહેર કરશે. આ પહેલા અમેરિકાએ લગભગ 600 મિલિયન ડોલરની મદદ આપી ચુક્યું છે. સમિટ પછી બાઇડેને G-7 નેતાઓ સાથે પણ મુલાકાત કરી. જેમાં રશિયા વિરૂદ્ધ વધુ કડક પ્રતિબંધો લગાડવા પર વિચાર થયો.
ભારત ફરી એકવખત મતદાનથી દૂર રહ્યું
યુક્રેને એક રશિયન શિપ- ઓર્સ્કને ધ્વસ્ત કરી દીધી છે. આ શિપ મારિયુપોલમાં ઉપસ્થિત રશિયન સૈનિકોને હથિયાર પહોંચાડવા માટે જઈ રહ્યું હતું. રિપોટ્સ મુજબ રશિયાના સૈનિકોએ યુક્રેનના શહેર ઈઝ્યુમ પર કબજો કર્યો હોવાનો દાવો કર્યો છે. તો આ બાજુ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યુક્રેન અને સહયોગી દેશોએ માનવીય સંકટની સ્થિતિ પર રશિયા વિરૂદ્ધ એક પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જેમાં તમામ સભ્યો દેશોએ વોટિંગ કર્યું પરંતુ ભારત ફરી એકવખત મતદાનથી દૂર રહ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).