Home Politics ગુજરાતમાં વહેલી ‘ચૂંટણી’ના ભણકારા, 2 દિવસ ‘શાહ’ આવશે ગુજરાત; ભાજપની 40થી વધુ...

ગુજરાતમાં વહેલી ‘ચૂંટણી’ના ભણકારા, 2 દિવસ ‘શાહ’ આવશે ગુજરાત; ભાજપની 40થી વધુ આગેવાનોની ‘ચિંતન શિબિર’ 15મી અને 16મી મેના રોજ યોજાશે!

Face Of Nation 12-05-2022 : ગુજરાતમાં વહેલી ચૂંટણીના ભણકારા વચ્ચે ભાજપની 40થી વધુ આગેવાનોની ચિંતન શિબિર 15મી અને 16મી મેના રોજ યોજાશે, નળસરોવર પાસેના કેન્સવિલે ખાતે યોજાનારી આ ચિંતન શિબિરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, અને પ્રભારી ભુપેન્દ્ર યાદવ પણ હાજર રહેશે, આ શિબિરમાં મંત્રીઓ અને ગુજરાત ભાજપ સંગઠનની કામગીરીની સમીક્ષા સાથે ચૂંટણી લક્ષી વ્યૂહરચના પર પણ ચર્ચા કરવામાં આવશે.
સંગઠનના ટોચના આગેવાનો હાજર રહેશે
આ બેઠકમાં કોર કમિટી તેમજ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો પણ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ બેઠકમાં ભાજપના મહામંત્રી તેમજ સંગઠનના ટોચના આગેવાનો પણ હાજર રહેવાના છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા પછી આ પ્રથમ ચિંતન શિબિર છે જેમાં તેઓ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ હાજર રહેશે. આ ચિંતન શિબિરમાં ભાજપના રાષ્ટ્ર્રીય નેતા અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે.આ બેઠકમાં આદિવાસી તેમજ પાટીદાર સમાજ અંગે ચર્ચા થવા સંભવ છે. છેલ્લી છ ટર્મથી ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યારે એન્ટી ઇન્કમબન્સી ફેકટરના મુદ્દ પણ ચિંતન થઈ શકે છે. તો બીજીતરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેના છેલ્લા સપ્તાહમાં રાજકોટ આવશે. બે લાખથી વધુ પાટીદારોને સંબોધન કરશે. બીજીતરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરીવાર 15મીએ ગુજરાતના પ્રવાસે આવશે. અમદાવાદથી ગુજરાત યાત્રાનો પ્રારંભ કરાવશે. ગુજરાત સરકારની નિષ્ફળતા અને મોંઘવારી સહિતના મુદ્દાઓ જનતા સમક્ષ મુકશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).