Face Of Nation 20-05-2022 : હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપે તે પૂર્વેના ભાજપમાં ચાલેલાં ઘટનાક્રમો એ ઇશારો કરતાં હતાં કે હવે હાર્દિક ઝડપથી કોંગ્રેસ છોડી ભાજપમાં આવશે. તેમાંય ગયા રવિવારે અને સોમવારે અમદાવાદ નજીક યોજાયેલી ભાજપની ચિંતન બેઠકમાં ભાગ લેવા આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ખેલનો આખરી દાવ ખેલ્યો હતો.શાહે ચિંતન બેઠક પર જમા થયેલાં ભાજપના નેતાઓની વચ્ચે આ અંગે ચર્ચા કરવાને બદલે સરકારી સંસ્થા આઇ-ક્રિએટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ તથા મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તથા નરેન્દ્ર મોદી અત્યંત વિશ્વાસુ એવા કે કૈલાશનાથન સાથે કરેલી આ બેઠક આ માટે અતિ મહત્ત્વની રહી તેવું જાણવા મળે છે. તો બીજીતરફ હવે હાર્દિકને કોઇ ચોક્કસ બેઠક પરથી ચૂંટણી લડાવી ભાજપ તેની તાકાતને અજમાવી જોશે. આ માટે ભાજપ પાટીદારોની બહુમતી ધરાવતા વિસ્તારને પસંદ કરશે. તે જોતાં અમદાવાદ શહેરની વટવા અથવા અમરાઈવાડી, સૂરતની કોઇ એક બેઠક કે મોરબી, ટંકારા અથવા ધ્રાંગધ્રા બેઠક પરથી હાર્દિક ચૂંટણી લડી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).