Face Of Nation, 07-08-2021: બનાસકાંઠા ડીસામાં આજે 196 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભારતના કેન્દ્રિય મંત્રી અમિત શાહ દ્વારા આ બ્રિજનું વર્ચ્યુલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ભારતના પોરબંદરથી આસામના સિલ્ચરને જોડતો ઈસ્ટ-વેસ્ટ ગોલ્ડન કોરિડોર નેશનલ હાઇવે નંબર 27 પર કેન્દ્ર સરકાર 196 કરોડના ખર્ચે ભારતનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ બન્યો તે પહેલા બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક માનવામાં આવતા ડીસામાં ટ્રાફિકનો પ્રશ્ન ખૂબ જ પેચીદો પ્રશ્ન હતો અને વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ સમસ્યાને બ્રિજ બનાવવાની માંગને પગલે ડીસાના નગરજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો હતો. જેને પગલે તત્કાલિન સાંસદ હરિભાઇ ચૌધરી અને ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ ડીસાના નગરજનોને બ્રિજ બનાવવાનું વચન આપ્યું હતું.
ત્યારબાદ કેન્દ્ર સરકારમાં આ બંને નેતાઓની રજૂઆતને પગલે મનસુખભાઇ માંડવિયાએ 222 કરોડ રૂપિયાની ફાળવણી બ્રિજ બનાવવા માટે કરી હતી અને ત્યારબાદ 196 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવા માટે કામગીરી શરૂ થઈ હતી. બે વર્ષના ટૂંકા ગાળામાં આ બ્રિજની કામગીરી પૂરી થઈ ગઈ છે. ડીસામાં તૈયાર કરવામાં આવેલા એલિવેટેડ બ્રિજની ખાસિયતની વાત કરવામાં આવે તો આ બ્રિજ ભારતનો સહુથી લાંબો એલિવેટેડ બ્રિજ છે અને 105 પિલલર પર તૈયાર કરવામાં આવેલો છે.
196 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજ બનાવવામાં માત્ર બે વર્ષ અને 6 માસનો સમયગાળો થયો છે અને આ બ્રિજ તૈયાર થવાથી ન માત્ર ડીસા શહેર પરંતુ કંડલાથી આવતા માલ વાહક ભારે વાહનો અને દાંતીવાડા બી.એસ.એફ. કેમ્પથી ભારત પાકિસ્તાનની આંતર રાષ્ટ્રીય સરહદ સાથેની કનેક્ટિવિટી ઝડપી બની જશે. આ ઉપરાંત રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતાં વાહનોનો સમય તો બચશે જ પરંતુ સાથે ઈંધણનો પણ બચાવ થશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)