Face Of Nation, 23-10-2021: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં પોતાની ત્રણ દિવસ મુલાકાત પર શ્રીનગર પહોંચી ગયા છે. પ્રવાસનો પ્રથમ દિવસ શાહ જમ્મુ કાશ્મીરના શ્રીનગર અને સંયુક્ત આરબ અમીરાતના શારજાહની વચ્ચે સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટની શરૂઆત કરશે. ઓગસ્ટ 2019માં કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં આ તેમનો પ્રથમ પ્રવાસ છે. આ અગાઉ શાહે 2019માં ગૃહ મંત્રી બન્યાના ઠીક બાદ જમ્મી કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો.
Union Home Minister Amit Shah arrives in Srinagar on a three-day visit to Jammu and Kashmir to review security situation in the Union Territory pic.twitter.com/wlE7XzXoyo
— ANI (@ANI) October 23, 2021
આ યાત્રા દરમિયાન શાહે અમરનાથ યાત્રાની સુરક્ષાની પણ સમીક્ષા કરી હતી. સાથે જ તેમણે ઘાટીમાં ચાલી રહેલા કેટલાય કેન્દ્રીય પ્રોજેક્ટ વિશેની પણ જાણકારી મેળવી હતી. ઓગસ્ટ 2019માં પૂર્વી રાજ્ય જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વહેચી નાખ્યું હતું. આ વિભાજન બાદ ગૃહમંત્રીનો આ પ્રથમ પ્રવાસ છે.
અમિત શાહ શનિવારે શ્રીનગર એરપોર્ટ પર ઉતર્યા બાદ ત્યાંથી શારજાહ-શ્રીનગરની પ્રથમ ફ્લાઈટનો શુભારંભ કરશે અને ત્યાર બાદ અહીંથી સીધા રાજભવન જશે. શાહ રાજભવનમાં સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓના વડાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, RAW ચીફ સામંત કુમાર ગોયલ, જમ્મુ -કાશ્મીર પોલીસ DGP દિલબાગ સિંહ, IB ચીફ અરવિંદ કુમાર, CRPF અને NIA DGP કુલદીપ સિંહ, NSG DGP એમએ ગણપતિ, BSF DGP પંકજ સિંહ અને સેનાના કમાન્ડર હાજરી આપશે. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીર બંનેના આઈજી પણ હાજર રહેશે. આ બેઠકમાં આતંક સામેની રણનીતિ પર ચર્ચા થઈ શકે છે.
શાહની મુલાકાતને ધ્યાનમાં રાખીને શ્રીનગરમાં દરેક ખૂણે સુરક્ષા વધારી દેવામાં આવી છે. દરેક વાહનની તપાસ કરવામાં આવી રહી છે અને મુસાફરો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. SKICC સેન્ટર શ્રીનગરના પ્રખ્યાત દાલ લેકના કિનારે બનેલ છે. શાહ તેમનો મોટાભાગનો સમય અહીં વિતાવશે. અહીં સુરક્ષા માટે CRPF એ પોતાની ખાસ ટીમ દાલ લેકમાં ઉતારી છે. શ્રીનગર ડીઆઈજી સુજીત કે. સિંહે કહ્યું કે બ્લેક કેટ કમાન્ડો અને ક્યૂઆર ટીમ તૈનાત કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારને ડ્રોન ગ્રીડમાં વહેંચવામાં આવ્યો છે અને સીસીટીવી દ્વારા તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેણે કહ્યું કે આખા શહેરમાં પહેલીવાર સ્નાઈપર્સ તૈનાત કરવામાં આવ્યા છે જે દૂરથી પણ મારી શકે છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)