Face Of Nation 23-07-2022 : ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી ગાંધીનગરના સાંસદ અમિત શાહે ગાંધીનગર ખાતે ઇ-એફઆઇઆર (E-FIR) સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો હતી. તેમજ તેની સાથે રાજયકક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ત્રિ-નેત્રનું પણ ઉદઘાટન કર્યુ હતું આ ઉપરાંત તેમણે પોલીસ ભવન ખાતે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યૂનિટ વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ ઉપરાંત તેમણે પોલીસ જવાનો માટેના 10 હજાર બૉડી વોર્ન કેમેરાનું રાજ્ય વ્યાપી રોલ આઉટ કરાવ્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું કે પીએમ મોદીની આગેવાનીમાં ગુજરાતમાં છેલ્લા એક દાયકાથી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી થઈ છે અને કાયદો અને સુવ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે ચોક્કસ પગલાં લેવાયા છે.
હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા અપીલ
જેના પરિણામે રાજ્યમાં શાંતિ જળવાઈ રહી છે. તેમજ નાગરીકોને સુરક્ષા અને સુવિધા સાથે સેવાઓ સુગમતાથી અને તાત્કાલિક મળે તે માટે ઓનલાઇન એફઆઇઆર વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી છે. તેમજ ગુનાઓ ઘટાડવા માટે પોલીસ તંત્રને ટેકનોલોજીથી સક્ષમ બનાવવું જરૂરી છે. આ ઉપરાંત તેમણે ગુજરાતનાં નાગરિકોને આગામી સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઘેર ઘેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા પણ અપીલ કરી હતી.
ફરિયાદીને SMSથી જાણ કરવામાં આવશે
ઓનલાઇન એફઆઇઆર વ્યવસ્થાથી વાહન ચોરી અને મોબાઇલ ચોરી જેવા બનાવોમાં નાગરીકોની ફરિયાદ દાખલ કરવામાં વિલંબ ના થાય અને પોલિસ સ્ટેશનના ધક્કા ના ખાવા પડે તે માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ ફરિયાદ લખાવ્યા બાદ 48 કલાકમાં પોલીસ ફરિયાદીનો સંપર્ક કરીને ખાતરી કરશે, અને તેની ફરિયાદીને એસએમએસથી જાણ કરવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).