Home News માત્ર 20 મિનિટમાં અમદાવાદથી પહોંચી શકશો ગાંધીનર, અમિત શાહે સૌથી મોટા ફ્લાયઓવર...

માત્ર 20 મિનિટમાં અમદાવાદથી પહોંચી શકશો ગાંધીનર, અમિત શાહે સૌથી મોટા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ

Face Of Nation, 01-11-2021: ગુજરાતના શહેરી વિસ્તારના સૌથી લાંબા 4.18 કિ.મી.ના ગોતા ફ્લાયઓવરથી સાયન્સ સિટી બોક્સ સુધીના એલિવેટેડ કોરિડોરને અમિત શાહે ખુલ્લો મુક્યો. આ પ્રસંગે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ વાહનવ્યવહાર મંત્રી ઉપસ્થિત રહ્યાં. આ બ્રિજ સોલા ભાગવત, કારગિલ, જનતાનગર, ઝાયડસ એમ 4 સૌથી વ્યસ્ત જંકશનને આવરી લે છે. આ બ્રિજને લીધે એસ.જી.હાઇ‌વે પર ટ્રાફિકની સમસ્યા હળવી થશે. 4.18 કિલોમીટરનો આ ફ્લાયઓવર શહેરનો સૌથી લાંબો બ્રિજ છે.

170 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 2.36 કિલોમીટર લાંબો આ એલીવેટેડ કોરીડોર કાર્યરત થવાથી અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત રોડ જંકશનોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે . કેન્દ્રીય મંત્રી અમિત શાહના સંસદીય મતક્ષેત્રમાં આવતા એસ.જી. હાઇવે પર નિર્મિત આ એલિવેટેડ કોરીડોરથી સોલા ભાગવત, કારગીલ પેટ્રોલ પંપ, જનતા નગર અને ઝાયડસ એમ મહત્વના ચાર રોડ જંકશનને સીધો લાભ થશે.

અમદાવાદ-ગાંધીનગરને જોડવા એસજી હાઈવે પર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે. 7 પૈકી 6 ફલાઇ-ઓવર હવે ધમધમતા થઈ ગયા છે. જેથી અમદાવાદથી ગાંધીનગર સુધીનો જવાનો સમય 45 મિનિટથી ઓછો થઈને 20થી 25 મિનિટનો થશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 21 જૂને સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર અંદાજે રૂ.80 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા ત્રણ ઓવર બ્રિજ વૈષ્ણોદેવી ફ્લાય-ઓવર બ્રિજ, ખોડિયાર કન્ટેનર યાર્ડ ફ્લાય-ઓવર બ્રિજ અને છત્રાલ-પાનસર રોડ ખાતે રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)