Face Of Nation, 31-10-2021: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કેવડિયામાં આજે ૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી કરાઇ રહી છે.. રાષ્ટ્રીય એકતાને વધુ સુદ્રઢ કરવા અખંડ ભારતના શિલ્પીની જન્મજયંતીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો આરંભ કરાવ્યો છે. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય એકતાના પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયામાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
“ગૃહમંત્રી અમિત શાહે કેવડિયામાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં દરેકને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા. આવો આજે આપણે સાથે મળીને આપણા પ્રેરણાદાયી લોખંડી પુરૂષ સરદાર સાહેબે બતાવેલા માર્ગને અનુસરીને અખંડ ભારતની એકતા અને સમૃદ્ધિમાં આપણું સર્વશ્રેષ્ઠ આપવાનો સંકલ્પ લઈએ.”
आज केवड़िया में ‘Statue of Unity’ पर राष्ट्रीय एकता के प्रतीक सरदार वल्लभभाई पटेल जी की जयंती पर उनके चरणों में नमन कर पुष्पांजलि अर्पित की। #NationalUnityDay pic.twitter.com/716PhBWyuC
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) October 31, 2021
આપણા પ્રેરણાસ્ત્રોત લોહ પુરૂષ સરદાર સાહેબના બતાવેલા માર્ગ પર ચાલતાં આવો આજે એકજુટતાની સાથે અખંડ ભારતની એકતા તથા સમૃદ્ધિમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો સંકલ્પ લઇએ.
સરદાર પટેલનું જીવન આપણને જણાવે છે કે કેવી રીતે એક વ્યક્તિ પોતાની દ્રઢ ઇચ્છાશક્તિ, લોખંડી નેતૃત્વ અને અદમ્ય રાષ્ટ્રપ્રેમથી દેશની અંતર તમામ વિવિધતાઓને એકતામાં બદલીને એક અખંડ રાષ્ટ્રનું સ્વરૂપ આપી શકે છે. સરદાર સાહેબએ દેશના એકીકરણ સાથે આઝાદ ભારતના વહીવટનો પાયો પણ નાખવાનું કામ કર્યું છે.
#NationalUnityDay program, Live from Kevadia, Gujarat. https://t.co/Jeqd1HkQt4
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) October 31, 2021
માતૃભૂમિ માટે સરદાર સાહેબનું સમર્પણ, નિષ્ઠા, સંઘર્ષ અને ત્યાગ દરેક ભારતવાસીને દેશની એકતા તથા અખંડતા માટે પોતાને સમર્પિત કરવાની પ્રેરણા આપે છે. અખંડ ભારતના એવા મહાન શિલ્પીની જયંતિ પર તેમના ચરણોમાં વંદન તથા સમસ્ત દેશવાસીઓને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની શુભેચ્છાઓ.
આ વર્ષે કેવડિયા ખાતે એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજયોની પોલીસની મોટર સાયકલ રેલી માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)