Home Politics ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં જમ્મુ એન્ડ કાશ્મીર રિઝર્વેશન અમેન્ડમેન્ડ બિલ રજૂ કરશે

ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં જમ્મુ એન્ડ કાશ્મીર રિઝર્વેશન અમેન્ડમેન્ડ બિલ રજૂ કરશે

આ બિલનાં કારણે જમ્મુ-કાશ્મીરમાં આર્થિક રીતે પછાત વર્ગનાં લોકોને રાજ્ય સરકારમાં નોકરીની તકો મળશે.

Face Of Nation:કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં જમ્મુ એન્ડ કાશ્મીર રિઝર્વેશન અમેન્ડમેન્ડ બિલ રજૂ કરશે. અમિત શાહ તેમનું પહેલું બિલ રજૂ કરી લોકસભામાં તેમની ઇનિંગ શરૂ કરશે.

આ બિલનાં કારણે જમ્મુ-કાશ્મીરમાં આર્થિક રીતે પછાત વર્ગનાં લોકોને રાજ્ય સરકારમાં નોકરીની તકો મળશે.

આ સિવાય કેન્દ્રિય કાયદામંત્રી રવિ શંકર પ્રસાદ આધાર અને બીજા અન્ય અમેન્ડમેન્ડ બિલ રજૂ કરે તેવી શક્યતા છે.

ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત લોકસભામાં તેમનું પહેલું વક્તવ્ય પણ આપશે. કેન્દ્રિય કેબિનેટે આ બિલને મંજૂરી આપી દીધી હતી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ તેના પર મંજૂરીની મહોર મારી દીધી હતી.

આ બિલનાં પ્રસ્તાવ કરવામાં આવ્યો છે કે, જમ્મુ અને કાશ્મીરમં આંતર રાષ્ટ્રીય સીમાની 10 કિલોમીટરની આસપાસ રહેતા પરિવારોને શિક્ષણ અને નોકરીમાં અનામત આપવી.