Face Of Nation:ગુજરાતના કચ્છમાં આજે ફરીએકવાર ધરા ધ્રૂજી હતી. બપોરે કચ્છમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 6 કિમી દૂર હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં પાંચ જેટલી ફોલ્ટ લાઈન આવેલી છે. જેના કારણે કચ્છમાં અવારનવાર ભૂકંપનાં આંચકા અનુભવાતા હોય છે. આજે આવેલો ભૂકંપનો આંચકો રાપર, આદિપુર, ગાંધીધામ સુધી અનુભવાયો હતો.કચ્છમાં આવેલાં 4.2ની તીવ્રતાના ભૂકંપને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘરમાં પંખા સહિતની વસ્તુઓ હલવા લાગી છે. કચ્છમાં ભૂકંપને કારણે લોકોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. વર્ષ 2001માં આવેલાં ભયાનક ભૂકંપની યાદ ફરીથી લોકોનાં દિમાગમાં છવાઈ ગઈ હતી. 2001ના ભૂકંપમાં હજારો લોકોનાં મોત નિપજ્યા હતા.