Face Of Nation, 27-10-2021: સુપ્રીમ કોર્ટે પેગાસસ જાસૂસી મામલે સ્વતંત્ર તપાસની માગવાળી અરજી પર પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, પેગાસસ જાસૂસી કેસની તપાસ એક્સપર્ટ કમિટી કરશે. કોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યુ કે, કોઈ પણ કિંમતે આપ લોકોની જાસૂસી કરાવી શકો નહીં, આ મંજૂર કરાવી શકાય નહીં. ચીફ જસ્ટિસ એનવી રમણ, ન્યાયમૂર્તિ સૂર્ય કાંત અને ન્યાયમૂર્તિ હિમા કોહલીની પીઠે 13 સપ્ટેમ્બરના મામલા પોતાનો ચુકાદો સુરક્ષિત રાખતા કહ્યુ કે, તે ફક્ત એ જાણવા માગે છે કે, શું કેન્દ્રએ નાગરિકોની કથિત જાસૂસી માટે ગેરકાયદેસર રીતે પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે કે નહીં ?
પીઠે મૌખિક ટિપ્પણીથી તે મામલે તપાસ માટે ટેકનિક નિષ્ણાંત સમિતિનું ગઠન કરશે.કોર્ટે આ મામલે કહ્યુ કે, કેન્દ્ર સરકારનું કોઈ સ્ટેંડ નથી. પ્રાઈવસીના ઉલ્લંઘન મામલે તપાસ થવી જોઈએ. નિર્ણય સંભળાવતા CJI એનવી રમણાએ કહ્યુ કે, અમે લોકોને તેમના મૌલિક અધિકારોનું હનનથી બચાવવા ક્યારે ના નથી પાડી. પ્રાઈવસી ફક્ત પત્રકારો અને નેતાઓ માટે નથી, પણ તે સામાન્ય લોકોનો અધિકાર પણ છે. અરજીમાં એ બાબતની ચિંતા છે કે, ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય છે.પ્રેસની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે.
જે લોકતંત્રનો મહત્વપૂર્ણ સ્તંભ છે. પત્રકારોના સૂત્રોની સુરક્ષા પણ જરૂરી છે. કોર્ટે કહ્યુ કે, આ મામલામાં કેટલાય રિપોર્ટ હતાં. મામલામાં કોર્ટે કહ્યુ કે, સરકારને નોટિસ મોકલી જવાબ માગ્યો હતો, જીવનને ઉન્નત બનાવવા માટે સૌથી સારૂ હથિયાર ટેકનોલોજી છે. તેમાં સંતુલન પણ જરૂરી છે. ટેકનોલોજી પર વાંધો પુરાવાના આધારે હોવો જોઈએ.
પ્રેસની આઝાદી પર કોઈ અસર થવી જોઈએ નહીં. તેમના માહિતી મળવાના સ્ત્રોત ખુલ્લા હોવા જોઈએ. ન્યૂઝ પેપર પર આધારિત રિપોર્ટના આધાર પર દાખલ કરવામાં આવેલી અરજી પર પહેલા અમે સંતુષ્ટ નહોતા, પણ બાદમાં ચર્ચા આગળ વધી. સોલિસિટર જનરલે આવી અરજીઓને તથ્યોથી વિપરીત ખોટી માનસિકતાથી પ્રેરિત ગણાવી હતી.પેગાસસ જાસુસી કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, પેગાસસ જાસુસી કેસની તપાસ એક્સપર્ટ કમિટી કરશે. નોંધનીય છે કે, કોર્ટમાં દાખલ અરજીઓમાં સ્વતંત્ર તપાસની માંગણી કરવામાં આવી છે.
ચીફ જસ્ટિસ એનવી રમણા, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચ આ વિશે ચુકાદો આપવાની છે. કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, લોકોની વિવેક વગરની જાસુસી સહેજ પણ મંજૂર કરાશે નહીં. કોર્ટે કહ્યું છે કે, આ કેસમાં હવે 8 સપ્તાહ પછી ફરી સુનાવણી કરવામાં આવશે.
હવે સુપ્રીમ કોર્ટે રિટાયર્ડ જસ્ટિસ આરવી રવિન્દ્રનની આગેવાનીમાં કમિટી બનાવી છે. કોર્ટે કહ્યું છે કે, આ કેસમાં કેન્દ્ર સરકારનું કોઈ સ્ટેન્ડ ક્લિયર નથી. કોર્ટે કહ્યું કે, પ્રાઈવેસીના ઉલ્લંઘનની તપાસ થવી જોઈએ.
બેન્ચે 13 સપ્ટેમ્બરે આ કેસ પર તેમનો નિર્ણય સુરક્ષિત રાખતા કહ્યું હતું કે, તેઓ માત્ર એ જાણવા માંગે છે કે, કેમ કેન્દ્રએ નાગરિકોની કથિત જાસુસી માટે ગેરકાયદે રીતે પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે કે નહીં?(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)