Home Politics ગુજરાતના રાજકારણમાં મોટી ઊથલપાથલો વચ્ચે શનિ-રવિ આનંદીબેન પટેલ ગાંધીનગરની મુલાકાત લેશે

ગુજરાતના રાજકારણમાં મોટી ઊથલપાથલો વચ્ચે શનિ-રવિ આનંદીબેન પટેલ ગાંધીનગરની મુલાકાત લેશે

Face Of Nation, 15-09-2021: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નજીકના ગણાતા ભૂપેન્દ્ર પટેલ હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે. ભૂપેન્દ્ર પટેલની સીએમ તરીકેની શપથવિધિ બાદ આજે સાંજે 4:20 વાગ્યાની આસપાસ નવા મંત્રીઓની પણ શપથધિવિ યોજાશે. ત્યારે આનંદીબેન પટેલ આગામી શનિ-રવિ બે દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. તેઓ ગાંધીનગરમાં પોતાના નિવાસસ્થાને રોકાવાના છે. જ્યાં તેઓ નવા મુખ્યમંત્રી તેમજ નવા મંત્રીઓ સાથે મુલાકાત કરશે. સાથે જ નવા મુખ્યમંત્રી તેમજ નવા મંત્રીમંડળથી નારાજ મંત્રીઓ પણ આનંદીબેનની મુલાકાત કરી શકે છે.

નવા સીએમની નિમણૂકમાં બેનના જૂથનું વર્ચસ્વ વધુ
આનંદીબેન પટેલની ગુજરાત મુલાકાત ભાજપના રાજકારણ માટે ઘણી સૂચક મનાય રહી છે. સામાન્યરીતે આનંદીબેન પટેલ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ હોવાથી પ્રોટોકોલ પ્રમાણે રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપી શકે નહીં. પરિણામે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની શપથવિધિમાં તેઓ હાજર નહીં રહે. પરંતુ શનિ-રવિમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ તેમને મળવા માટે તેઓના નિવાસસ્થાને જશે. ખાસ કરીને ગુજરાતના નવા મુખ્યમંત્રીની નિમણૂકમાં આનંદીબેન પટેલ જૂથનું વર્ચસ્વ વધુ હોવાની ચર્ચા ચાલી રહી છે.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આનંદીબેના ખાસ હોવાનું ભાજપના નેતાઓ જાણે જ છે કેમ કે, ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી 2012માં આનંદીબેન પટેલ ચૂંટાયા હતા. તે પછી 2017માં આનંદીબેન પટેલ ચૂંટણી લડવાની ના પાડી દેતા ઘાટલોડિયા બેઠક પર તેમના બદલે ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપવામાં ભલામણ કરી હતી. પરંતુ તે સમયે ભાજપના અમિત શાહ અને આનંદીબેન જૂથની ટિકિટની લડાઈ ચાલતી હતી. જેથી ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયાથી ચૂંટણી લડાવવા માટે આનંદીબેને એડીચોટીનું જોર લગાવ્યું હતું અને છેલ્લે ઘાટલોડિયાની બેઠક પર બેનની ભલામણથી ભૂપેન્દ્ર પટેલને ટિકિટ અપાઈ હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)