બાળકને સમયસર સારવાર ન મળતા મોત નિપજ્યું
Face Of Nation:ભાવનગર:તળાજાના દિહોરા ગામે રહેતા દે.પૂ. મુન્નાભાઇ પરમારનો ચાર વર્ષનો પુત્ર રોનક પોતાના ઘર પાસે રમતો હતો. તે વખતે અચાનક સર્પે દંશ દેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે તળાજા સરકારી હોસ્પીટલમા ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મળતી વિગતો મુજબ સાપ કરડતા બાળકને સ્થાનીક મંત્ર-તંત્ર કરતા ભુવા પાસે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં લાંબો સમય પસાર થતા બાળકને સમયસર સારવાર ન મળતા તેનુ મોત નીપજયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
અંધશ્રદ્ધાને કારણે પરિવારે પુત્ર ગુમાવ્યો
દિહોર ગામના મુનભાઈ પરમારનો ચાર વર્ષિય દીકરો રોનક ઘરમાં રમતો હતો. એ સમયે ઝેરીલો નાગ રોનકને કરડી ગયો, રોનકને તેના પરિવારજનો સારવાર માટે હોસ્પિટલ લાવવાને બદલે ભુવા પાસે લઈ ગયા હતાં. જો કે તે દરમિયાન હાલત વધુ ખરાબ થતા તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. અહીં ફરજ પરના ડૉક્ટરે રોનકને મૃત જાહેર કર્યો. ઘટના બાદ સવાલ થાય છે કે રોનકને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હોત તો કદાચ તેનો જીવ બચાવી શકાયો હતો. પરંતુ અંધશ્રદ્ધાને કારણે એક પરિવારે પોતાનો વ્હાલસોયો ગુમાવવાનો વારો આવ્યો છે.