Face Of Nation 16-05-2022 : ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. 46 વર્ષીય સાયમન્ડ્સ 1998થી 2009 સુધી ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતા. આ દરમિયાન તે ઘણી વખત વિવાદોમાં પણ આવ્યા હતા. હવે 2009માં તેણે દારૂના નશામાં ઘણા તોફાનો કરતા સાયમન્ડ્સને ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારપછી તે ભારતીય રિયાલિટી શો બિગ બોસનો પણ ભાગ બન્યો. આ દરમિયાન તેની બોલિવૂડ સ્ટાર સની લિયોન સાથે પણ મિત્રતા થઈ હતી. બિગ બોસની પાંચમી સિઝનમાં સાયમન્ડ્સ ગેસ્ટ તરીકે શોનો ભાગ બન્યો હતો. તે 67માં દિવસે બિગબોસ હાઉસમાં પ્રવેશ્યો અને બે સપ્તાહ સુધી ત્યાં રહ્યો હતો.
સની લિયોની એક મસ્તીખોર છોકરી હશે
શોમાં જોડાતા પહેલા સાયમન્ડ્સે કહ્યું હતું કે તે શોમાં સની લિયોની સાથે મસ્તી કરવા માગે છે. હું સ્પર્ધક તરીકેની તેની પસંદગીથી નારાજ નથી અને હું તેને જાણવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશ. આ દરમિયાન આશા રાખું છું કે, સની લિયોની એક મસ્તીખોર છોકરી હશે. અમે સાથે મળીને મજા કરીશું. આના સિવાય તેણે એમ પણ કહ્યું કે જો તેને બિગ બોસના ઘરની અંદર બેટ અને બોલ લઈ જવા દેવામાં આવશે તો તે તમામ સ્પર્ધકોને ક્રિકેટ શીખવવાનો પણ પ્રયાસ કરશે. તો બીજીતરફ સાયમન્ડ્સે કહ્યું, હું વિદેશમાં ફરતો રહેતો હોઉ એવો ખેલાડી છું. સૌથી અઘરી વાત એ છે કે આ રમતમાં તમને ચાલવા માટે ઘરની બહાર જવાની પણ છૂટ નથી.
સાયમન્ડ્સે બિગ બોસમાં ગબ્બરની ભૂમિકા ભજવી
બિગ બોસ પરિવારના પાંચ સભ્યોને સાપ્તાહિક કાર્ય તરીકે શોલે ફિલ્મના દ્રશ્યો કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ ટાસ્ક હેઠળ સાયમન્ડ્સને ગબ્બર સિંહ, આકાશદીપને જય, અમરને વીરુ, સિદ્ધાર્થ ઠાકુર, સોનાલીને સાંબા, જુહીને કાલિયા, પૂજા મિશ્રાને બસંતી અને સની લિયોનીને કબિલા ડાન્સરનો રોલ મળ્યો હતો. બિગ બોસે પરિવારના તમામ સભ્યોને ટાસ્ક સાથે જોડાયેલી વસ્તુઓ અને કપડાં આપ્યા હતા. ગબ્બરની ભૂમિકા ભજવતી વખતે સાયમન્ડ્સે દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું.
કેટલાંય ક્રિકેટર્સ બિગ બોસનો ભાગ રહી ચૂક્યા છે
એન્ડ્રુ સાયમન્ડ્સ ઉપરાંત ભારતના સલિલ અંકોલા, વિનોદ કાંબલી, નવજોત સિંહ સિદ્ધુ અને એસ શ્રીસંત બિગ બોસમાં જોડાયા છે. સલિલ અંકોલા બિગ બોસની પહેલી સિઝનમાં જોડાયા હતા, ત્રીજી સિઝનમાં વિનોદ કાંબલી, પાંચમી સિઝનમાં સાયમન્ડ્સ અને છઠ્ઠી સિઝનમાં નવજોત સિંહ સિદ્ધુ. તે જ સમયે, એસ શ્રીસંત બિગ બોસની 12મી સીઝનનો ભાગ હતા.
એન્ડ્રુ સાયમન્ડ્સનું કાર દુર્ઘટનામાં નિધન
ક્રિકેટ રસિકો માટે દુઃખદ સમાચાર આવ્યા છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્રુ સાયમન્ડ્સનું એક કાર અકસ્માતમાં નિધન થયું છે. અહેવાલો અનુસાર, ક્વીન્સલેન્ડમાં એક કાર દુર્ઘટનામાં તેમનું મોત થયું છે. ઓસ્ટ્રેલિયન મીડિયા દ્વારા અપાયેલી જાણકારી અનુસાર, કાર દુર્ઘટનામાં સાયમન્ડ્સને ગંભીર ઈજા થઈ હતી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).