Home Uncategorized મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની 100 કરોડના ખંડણી કેસમાં ED એ મોડી...

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની 100 કરોડના ખંડણી કેસમાં ED એ મોડી રાત્રે ધરપકડ કરી

Face Of Nation, 02-11-2021: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની 100 કરોડોની ખંડણીના આરોપી આખરે ગઈ રાત્રે 1 વાગ્યે ધરપકડ કરવામાં આવી છે. ઘણા દિવસો ગુમ રહ્યા પછી સોમવારે સવારે અચાનક તેઓ 11 વાગે 55 મિનિટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઓફિસે પહોંચ્યા હતા. દેશમુખને ED દ્વારા 5 વખત પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ દરેક વખતે માત્ર તેમના વકીલ ઈન્દરપાલ સિંહ ED ઓફિસ પહોંચ્યા હતા. તેમની દલીલ હતી કે દેશમુખ 75 વર્ષના છે અને મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે તેઓ હાજર થઈ શકતા નથી.13 કલાકની પુછપરછ પછી EDને લાગ્યું કે દેશમુખ કોઈપણ સવાલનો સંતોષકારક જવાબ આપતા નથી, આથી તેમની ધરપકડ કરાઈ અને હવે કસ્ટડી માટે કોર્ટમાં રજૂ કરાશે. EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટર તાસીન સુલ્તાન અને તેમની ટીમે દેશમુખની સતત પૂછપરછ કરી હતી. હવે આ કેસમાં વધુ લોકોની ધરપકડ થાય એવી શક્યતા છે. ગત સપ્તાહે EDના સમન્સને રદ કરવાની દેશમુખની અરજીને બોમ્બે કોર્ટે ફગાવી દીધી હતી.

ED 100 કરોડના ખંડણી કેસમાં મની લોન્ડરિંગ એંગલની તપાસ કરી રહ્યું છે. દેશમુખ સાથે તેના પુત્ર ઋષિકેશ દેશમુખ અને પત્નીને બેવાર પૂછપરછ માટે બોલાવાયાં હતાં, પરંતુ તેઓ ED ઓફિસ આવ્યાં ન હતાં. માનવામાં આવી રહ્યું છે કે એક કે બે દિવસમાં તેનો પુત્ર અને પત્ની ED સામે હાજર થશે.

EDની સમક્ષ હાજર થયા બાદ દેશમુખે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરાયો હતો. એમાં દેશમુખે કહ્યું હતું કે જ્યારે પણ EDએ સમન્સ પાઠવ્યું છે ત્યારે મેં તેમને સહકાર આપ્યો છે. મેં પહેલાં પણ કહ્યું હતું કે મારી અરજીઓ હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં પેન્ડિંગ છે. એના નિકાલ બાદ હું ED ઓફિસ આવીશ. બે વખત સીબીઆઈએ મારા સ્થાને દરોડા પાડ્યા, એમાં પણ મેં પૂરો સહકાર આપ્યો હતો.હજુ સુપ્રીમકોર્ટમાં મારો નિર્ણય આવ્યો નથી, પરંતુ હું પોતે ED ઓફિસમાં આવ્યો છું. પરમબીર સિંહે મારા પર ખોટા આરોપો લગાવ્યા હતા. આજે એ જ પરમબીર સિંહ વિદેશ ભાગી ગયા છે, એવા સમાચાર મીડિયા દ્વારા મળી રહ્યા છે. આ જ પરમબીર સિંહ વિરુદ્ધ પોલીસ વિભાગમાં અનેક ફરિયાદો નોંધાઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)