ફેસ ઓફ નેશન, 06-05-2020 : ભારતમાં કોરોનાના કહેર સામે લડવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેનો તમામ રાજ્યો હાલ ચુસ્ત અમલ કરી રહ્યા છે. સમગ્ર દેશમાં સૌથી વધુ 15,525 કેસો મહારાષ્ટ્રમા નોંધાયા છે. ગુજરાત બીજા નંબરે છે જ્યાં 6245 કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધી કુલ 49,520 કેસ નોંધાયા છે અને 1697 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે 6.41 કરોડથી પણ વધુ વસ્તી ધરાવતા કર્ણાટકમાં માત્ર 692 કેસ નોંધાયા છે. તેમ છતાં અહીંની સરકારે 1600 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે.
કર્ણાટક સરકારે બુધવારે કોરોનાવાયરસના ફેલાવાને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનથી અસરગ્રસ્ત લોકોને રાહત આપવા પેકેજની જાહેરાત કરી છે. આ માટે સરકારે 1,610 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે ખેડુતો, નાના, કુટીર અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ), હેન્ડલૂમ વણકરો, ફ્લોરિસ્ટ, ધોબીઝ, ઓટો અને ટેક્સી ડ્રાઇવરોને ધ્યાનમાં રાખીને આ રાહત પેકેજની જાહેરાત કરી છે.
આ રાહત પેકેજ અંતર્ગત ફૂલ ઉગાડનારાઓને પ્રતિ હેક્ટર રૂ. 25,000ની રાહત મળશે. ધોબી અને વાળંદને એક હજાર રૂપિયાની રકમ આપવામાં આવશે. ઓટો અને ટેક્સી ડ્રાઇવરોને 5000 રૂપિયાની રકમ આપવામાં આવશે. બાંધકામ કામદારોને 3,000 રૂપિયા મળશે. તેમને પહેલેથી જ બે હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. (સમાચારની અપડેટ મેળવવા માટે 9428420570 નંબર ઉપર “NEWS” લખીને વોટ્સએપ મેસેજ કરો, બાદમાં આપને ટેલિગ્રામ ગ્રુપની લીંક મળશે જેમાં જોઈન્ટ થાઓ. ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
પરપ્રાંતીયો વતન રવાના થઇ રહ્યા છે પછી ફેકટરીઓ ખોલવા અપાતી છૂટછાટ શું કામની ?
અમદાવાદને કોરોના મુક્ત બનાવવા જે ચાર અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે તેમના વિષે જાણો આ હકીકત, Video