Home Uncategorized ધોરણ-12ના વિદ્યાર્થીઓ પરિણામથી અસંતુષ્ટ છો? ફરીથી પરીક્ષા આપવા માંગતા લોકો માટે ખુશખબર 

ધોરણ-12ના વિદ્યાર્થીઓ પરિણામથી અસંતુષ્ટ છો? ફરીથી પરીક્ષા આપવા માંગતા લોકો માટે ખુશખબર 

Face Of Nation, 05-08-2021: ધોરણ 12ના પરિણામથી અંસ્તુસ્ટ હોય અને પરીક્ષા આપવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે બોર્ડે પરીક્ષા કાર્યક્રમ જાહેર કર્યો છે. 12 ઓગસ્ટથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે. જે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી હોય તેમને શાળામાં માર્કશીટ જમાં કરવાની સૂચના અપાઇ હતી. જેથી જેમને માર્કશીટ જમા કરાવી હશે તેમની 12 ઓગસ્ટના રોજ પરીક્ષા લેવામાં આવશે.

આવતી કાલે ધો. 12 સાયન્સના ઉમેદવારો મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે મહત્વની ગણાતી ‘GUJCET’ની પરીક્ષા યોજાવાની છે. ત્યારે પરીક્ષાને લઈને આખરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી આ પરીક્ષામાં આવતી કાલે તા. 6 ઓગસ્ટે ધો. 12 સાયન્સના ૧,૧૭,૩૧૬ ઉમેદવારો બેસશે. ગુજકોટની પરીક્ષાને લઈ સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાઓમાં આજથી જ પરીક્ષાના કન્ટ્રોલ રૂમ કાર્યરત થશે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ રાજકોટ જિલ્લામાં ૮૩૮૦ ઉમેદવારો પરીક્ષા આપશે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ રાજકોટ જિલ્લામાં ૮૩૮૦ ઉમેદવારો પરીક્ષા આપશે. રાજકોટ જિલ્લામાં ગુજકોટની પરીક્ષાના એક્શન પ્લાન સંદર્ભે આજ રોજ તમામ સ્થળ, સંચાલકો, બિલ્ડીંગ, કંડકટર અને સુપરવાઇઝર સહિતના સ્ટાફ સાથે બેઠકો યોજવામાં આવી હતી. ગુજકોટની પરીક્ષા સંદર્ભે ગોઠવવામાં આવેલી બેઠક વ્યવસ્થાના સંદર્ભમાં શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે આ પરીક્ષામાં પણ પરીક્ષાખંડ દીઠ ૨૦ ઉમેદવારોની બેઠક વ્યવસ્થા ગોઠવાઇ છે.

દરેક કેન્દ્રોમાં સેનેટાઇઝ કરવાની સૂચના અપાઈ છે. પરીક્ષા કેન્દ્રોમાં ટેમ્પરેચર માપ્યા પછી જ ઉમેદવારોને પ્રવેશ અપાશે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે જે વ્યવસ્થા ગોઠવાઇ છે તેના કરતા વધુ સધન ત્રણ પ્રકારની કીંગ વ્યવસ્થા ગોઠવવામાં આી છે. જેમાં દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર વર્ગ ૧ અને ૨ ના અધિકારીઓ હાજર રહેશે.

ગાંધીનગરથી દરેક જિલ્લામાં ફલાઇંગ સ્કવોડ મુકાશે. સરકારી ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રૂટ વ્યવસ્થા ગોઠવાઇ છે. આ પરીક્ષાનું સીસીટીવી કેમેરાથી મોનીટરીંગ ગાંધીનગરથી થશે. પરીક્ષા સબંધી તમામ વ્યવસ્થાને આજે સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં આખરી ઓપ અપાયો હતો.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)