Home Uncategorized ઉતરાયણને લઇ કડક જાહેરનામું, ધાબે જતાં પહેલા ખાસ વાંચી લો નહીંતર…

ઉતરાયણને લઇ કડક જાહેરનામું, ધાબે જતાં પહેલા ખાસ વાંચી લો નહીંતર…

Face of Nation 11-01-2022: ઉતરાયણના પર્વને લઈ રાજ્યના ગૃહ વિભાગ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાતના ગૃહ વિભાગે ઉત્તરાયણને લઈને  જાહેરનામું જાહેર કર્યુ છે.  જાહેર સ્થળોએ ભેગા મળી પતંગ ચગાવી શકાશે નહીં.  માસ્ક  સિવાય મકાન, ધાબા, ફલેટ કે અગાસીમાં જઈ પતંગ ચગાવવાના હેતુથી એકઠા થઈ શકાશે નહીં.  જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો સોસાયટીના સેક્રેટરી વિરુદ્ધ ગુનો નોંધાશે.  પતંગ બજારમાં ખરીદી માટે બજારની મુલાકાત લે ત્યારે કોવિડ ગાઈડલાઈનું પાલન કરવું પડશે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6097  કેસ નોંધાયા છે. ગઈકાલે રાજ્યમાં 6275 કેસ નોંધાયા હતા.  બીજી તરફ 1539  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,25,702 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 95.09 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 2  મોત થયા. આજે  3,82,777 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1893, સુરત કોર્પોરેશનમાં 1778,  વડોદરા   કોર્પોરેશનમાં 410,  વલસાડ 251, રાજકોટ કોર્પોરેશનમાં 191,  ગાંધીનગર કોર્પોરેશન 131, ખેડા 126, સુરત 114, મહેસાણા 111, કચ્છ 109,  નવસારી 107,  ભાવનગર કોર્પોરેશનમાં 93, આણંદ 88,  ભરુચ 78,  ગાંધીનગર 64, વડોદરા 60, રાજકોટ 58, મોરબી 51, જામનગર કોર્પોરેશન 47,  જૂનાગઢ કોર્પોરેશન 33,  અમદાવાદ 30, ગીર સોમનાથ 27, પંચમહાલ 25, દાહોદ 24,  અમરેલી 23, અરવલ્લી 21,  સુરેન્દ્રનગર 19,બનાસકાંઠા 18, પાટણ 17,  ભાવનગર 15,  મહીસાગર 15, તાપી 13, જામનગર 11, જૂનાગઢ 11, નર્મદા 11, દેવભૂમિ દ્વારકા 10, સાબરકાંઠા 10, છોટા ઉદેપુર 3 અને બોટાદમાં 1 કેસ નોંધાયા છે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).