Face of Nation 11-02-2022 : મહેસુલ મંત્રીને ઓચિંતી રેડ કરવાના વિચારો શરૂ થયા છે જેને પગલે તેઓ જે તે વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ લઇ રહ્યા છે. જો કે મીડિયાને અગાઉથી તેમની વિઝીટ અંગે જાણ કરી દેવામાં આવે છે તો પછી તેમની વિઝીટ પબ્લિસિટી માટે છે કે પ્રજા માટે તે એક પ્રશ્ન છે. સરકારના મહેસૂલ મંત્રી રીક્ષામાં બેસીને વલસાડની રજિસ્ટ્રાર ઓફિસ પહોંચ્યા અને ત્યા હાજર દરેક લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. જી હા, પોતાની સરપ્રાઇઝ વિઝિટો માટે જાણીતા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આજે સામાન્ય માણસની માફક જ ઓટો રીક્ષામાં બેસીને વલસાડની રજિસ્ટ્રાર ઓફિસે પહોંચ્યાતે એક પ્રશ્ન છે.
મંત્રીઓની સરપ્રાઈઝ વિઝીટ પ્રજા માટે હિતમાં જ છે પરંતુ જયારે સરપ્રાઈઝ વિઝીટ પબ્લિસિટીની વિઝીટ બની જાય ત્યારે પ્રજાના પ્રશ્નો મજાક સમાન બની જાય છે. રિક્ષામાં બેસીને મીડિયાને અગાઉથી હાજર રાખીને પબ્લિસિટીના સ્ટન્ટ કરતા હોય તેવું ચિત્ર ખડું કરનારા મહેસુલ મંત્રીની મુલાકાત અને સરપ્રાઈઝ વિઝીટ ત્યારે જ કહી શકાય જયારે તેમની મુલાકાતની જાણ મીડિયા શુધ્ધાને ન થાય. પ્રજાના હિતમાં નેતાઓ સરપ્રાઈઝ વિઝિટ લે તે ખરેખર પ્રશંસાને પાત્ર અને આવકાર દાયક જ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
https://www.youtube.com/watch?v=dhxLwdpguqU