Home Uncategorized અમદાવાદમાં કોરોનાનું સંક્ર્મણ વધ્યું તો અધિકારીઓ જવાબદાર ગણવા હાઇકોર્ટમાં અરજી

અમદાવાદમાં કોરોનાનું સંક્ર્મણ વધ્યું તો અધિકારીઓ જવાબદાર ગણવા હાઇકોર્ટમાં અરજી

ફેસ ઓફ નેશન, 10-05-2020 : અમદાવાદમાં કોરોનાને કાબુમાં લેવા માટે રાજ્ય સરકારે નિયુક્ત કરેલા અધિકારીઓએ તાત્કાલિક ધોરણે સંપૂર્ણ તાળાબંધી કરી દેવાની જાહેરાત કરી હતી. જેને લઈને અમદાવાદીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. જ્યાં જુઓ ત્યાં શાકભાજી અને કરિયાણાની દુકાનો ઉપર ખરીદી કરવા લોકોની ભીડ જામી હતી. જેને લઈને કોરોનાને અટકાવવાની વાત બાજુમાં પણ તેનું સંક્ર્મણ વધે તેવું વાતાવરણ ઉભું થયું હતું.
અધિકારીઓએ લીધેલા ઓચિંતા નિર્ણયોને કારણે ઉદભવેલી સ્થિતિ બદલ તેઓને વ્યક્તિગત રીતે જવાબદાર ગણી આગામી સમયમાં જો કોરોનાના કેસો વધે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી દ્વારા Amc કમિશ્નરના આદેશોને પડકારવામાં આવ્યા છે. લોકડાઉનની સ્થિતિમાં પ્રતિબંધક જાહેરનામાઓથી નાગરિકોને હાલાકી પડી રહી હોવાની રજુઆત આ અરજીમાં કરવામાં આવી છે.
અચાનક બહાર પાડવામાં આવતા જાહેરનામાથી અફરાતફરી મચતી હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. અધિકારીઓની અણઆવડત તેમજ બેદરકારીના કારણે કોરોના વાયરસનું સંક્ર્મણ વધવાનો ભય હોવાની સાથે સંક્રમણ જો વધ્યા તો અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી ગણવાની અરજદાર દ્વારા માંગ કરવામાં આવી છે. જેની વધુ સુનાવણી આગામી દિવસોમાં યોજાશે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

અમદાવાદ : ટૂંક સમયમાં ફરીથી કોરોનાની લડાઈમાં જોડાશે વિજય નેહરા, કોરોના રિપોર્ટ નેગેટિવ

અમદાવાદ : ટૂંક સમયમાં ફરીથી કોરોનાની લડાઈમાં જોડાશે વિજય નેહરા, કોરોના રિપોર્ટ નેગેટિવ

મેડિકલ સ્ટાફને લઈને AMCએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, સાંભળો શું કહ્યું રાજીવકુમાર ગુપ્તાએ, Video