Face of Nation 06-01-2022: આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કાને મંજૂરી આપવામાં આવી છે. આ પરિયોજના પર લગભગ 12,000 કરોડનો ખર્ચ થશે. તેનાથી 10750 સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇનનું નિર્માણ થશે. બીજા તબક્કામાં સાત રાજ્ય ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરલ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને રાજસ્થાનમાં 10750 સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇનનું નિર્માણ થશે. પ્રથમ તબક્કાનું લગભગ 80 ટકા કામ પૂરુ થઈ ચુક્યું છે. આ જાણકારી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપી છે.
આ સાથે તેમણે કહ્યું કે ભારત-નેપાળ વચ્ચે મહાકાલી નદી પર ધારચુલામાં એક પુલ બનાવવાનો નિર્ણય પણ કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે. આ સંબંધિત એમઓયૂ જલદી સાઇન કરવામાં આવશે. તેનાથી ઉત્તરાખંડમાં રહેતા લોકોને લાભ થશે અને નેપાળ તરફ રહેતા લોકોને પણ ફાયદો થશે.
An MoU will be signed between India and Nepal to construct a bridge over River Mahakali which will help the people living in Uttarakhand (Dharchula) and in the area under Nepal territory: Union Minister Anurag Thakur pic.twitter.com/rwfhFpm5TA
— ANI (@ANI) January 6, 2022
હાલમાં ગ્લાસગોમાં COP26 જળયવાયુ સંમેલનમાં કરવામાં આવેલી ભારતની મહત્વકાંક્ષી ઉત્સર્જન નિયંત્રણ પ્રતિબદ્ધતાઓ, ક્ષેત્રોમાં રોકાણ માટે મોટા અવસર ખુલ્યા છે અને સરકાર દ્વારા સમય પર હસ્તક્ષેપની જરૂર છે અને વીજળી, ઉદ્યોગ અને પરિવહન જેવા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જક ક્ષેત્રોમાં મોટા પાયે કેપેક્સની જરૂરીયાત છે. રેટિંગ એજન્સી આઈસીઆરએના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રોડમેપથી ન માત્ર કાર્બનમાં કમી, પરંતુ ઉર્જા ક્ષમતા અને ગ્રીન ઈંધણમાં નવી ટેક્નોલોજીના નિર્માણમાં ભારતને લાભ થવાની આશા છે. આઈસીઆરએએ કહ્યું કે, નવીન ઉર્જા, કાર્બન કેપ્ચર ટેક્નિક, ઈવી ટેક્નોલોજી તંત્ર, ઉર્જા ક્ષમતામાં સુધાર અને ઇથેનોલ સંમિશ્રણ જેવા ક્ષેત્રોમાં રોકાણના અવસર ઉભા થશે.
નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગ્રીન એનર્જી પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પરંપરાગત પાવર સ્ટેશનોની મદદથી ગ્રીડ દ્વારા ગ્રાહકોને સૌર અને પવન ઊર્જા જેવા પર્યાવરણને અનુકૂળ સ્ત્રોતોમાંથી વીજળી ટ્રાન્સફર કરવાનો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).