Home Uncategorized રામજન્મભૂમિ અંગે વૈદ્યનાથને દલીલ કરતા કહ્યું:રામજન્મભૂમિની સાબિતી માટે લોકોની આસ્થા જ પૂરતી...

રામજન્મભૂમિ અંગે વૈદ્યનાથને દલીલ કરતા કહ્યું:રામજન્મભૂમિની સાબિતી માટે લોકોની આસ્થા જ પૂરતી છે

Face Of Nation:રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનો બુધવારે નવમો દિવસ છે. 6 ઓગસ્ટથી સુપ્રીમ કોર્ટ દરરોજ આ કેસમાં સુનાવણી કરી રહી છે, જે પ્રમાણે સપ્તાહમાં પાંચ દિવસ આ કેસની સુનાવણી કરવામાં આવશે. મંગળવારે રામલલા વિરાજમાનના વકીલ વૈદ્યનાથને કોર્ટમાં પોતાનો પક્ષ રજુ કર્યો હતો અને ASIના રિપોર્ટ સહિત ઘણા પુરાવાઓ કોર્ટમાં રજુ કર્યા હતા. બુધવારે પણ તેઓ પોતાનો પક્ષ મુકી રહ્યા છે.વૈદ્યનાથને દલીલ રજુ કરતા કહ્યું કે, લોકોની આસ્થા વિવાદિત સ્થળને રામજન્મભૂમિ સાબિત કરવા માટે પૂરતી છે. પછી ભલે ત્યાં મંદિર હોય કે ન હોય.