Face Of Nation 17-06-2022 : દક્ષિણ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ 2 આતંકવાદીને ઠાર કર્યાં છે. બન્ને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તયૈબા સાથે જોડાયેલા હતા. આ વિસ્તારમાં વધુ તપાસ અભિયાન ચાલી રહ્યું છે. કાશ્મીર પોલીસે જણાવ્યું કે, માર્યા ગયેલા આતંકવાદી પૈકી એક 31મી મેના રોજ કુલગામમાં શિક્ષિકા રજની બાળાની હત્યામાં સંડોવાયેલો હતો. રજની કુલગામ જિલ્લાની હાઈસ્કુલ ગોપાલપોરામાં ફરજ પર હતા. સુરક્ષાદળોએ 16 દિવસ બાદ શિક્ષિકા રજનીના હત્યારાને મારી નાંખવામાં સફળતા મેળવી છે.
આતંકીઓએ ફક્ત રજની મેમને જ નિશાન બનાવ્યા
સવારે લગભગ 10 વાગ્યાનો સમય હતો અને શાળામાં પ્રાર્થનાનો સમય હતો. ઓચિંતા જ ફાયરિંગનો અવાજ સાંભળવા મળ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા બાળકોએ બહાર આવી જોયુ તો તેમના શિક્ષક રજની શાળાના ગેટથી 10-15 મીટરના અંતરે ગંભીર સ્થિતિમાં હતા. આ ઘટના કુલગામના ગોપાલપોરા ગામની છે, જે જમ્મુ શ્રીનગર હાઈવેથી આશરે 25 કિમી અંદર છે. વિદ્યાર્થીએ કહ્યું કે, શાળામાં અનેક શિક્ષકો હતા અને આતંકીઓએ ફક્ત રજની મેમને જ નિશાન બનાવ્યા.
બેંક મેનેજરની પણ હત્યા થયેલી
આ અગાઉ સુરક્ષા દળોએ બુધવારે રાજસ્થાનના બેંક મેનેજર વિજયની હત્યાનો પણ બદલો લીધો હતો. જવાનોએ કાશ્મીરના શોપિયામાં 2 આતંકવાદીનું એન્કાઉન્ટર કર્યું હતું. IGPએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ લશ્કર-એ તૈયબા સાથે જોડાયેલા હતા અને તે પૈકી એક વિજયને કુલગામમાં બેન્ક ડ્યુટી સમયે ગોળી મારી હતી. સુર7ા દળોએ શોપિયાના કાંજીલૂર વિસ્તારમાં આ આતંકદાવીઓને ઠાર કર્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).