Face Of Nation, 02-09-2021: બહુચરાજી મંદિર સંકુલમાં જ હિન્દી ફિલ્મોના ગીતોના વીડિયો બનાવનારી કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીને ફરી સસ્પેન્ડ કરાઈ છે. પોલીસના ગણવેશમાં વીડિયો બનાવનાર મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીના વીડિયો વાયરલ થતાં તે ફરી એક વાર વિવાદમાં આવી હતી. આ મામલે બહુચરાજીના સરપંચ દ્વારા ફરિયાદ કરાતાં મહિલા પોલીસકર્મી અર્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરાઇ છે. રસપ્રદ વાત એ છે કે, અર્પિતા એ પોતાના વીડિયોમાં ફિલ્મી ડાયલોગ ફટકાર્યો હતો કે, ‘કરને દો જો આપ કી બુરાઈ કરતે હૈં, ઐસી છોટી છોટી હરકતેં છોટે લોગ હી કિયા કરતે હૈં.. ’
અર્પિતા ચૌધરીએ નોકરી દરમિયાન મંદિર પરિસરમાં ફિલ્મી ગીતો પર વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધા હતા. આ વીડિયો વાયરલ થતા મહેસાણા જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક પગલાં ભરતા તેને સસ્પેન્ડ કરી છે. આ પહેલાં પણ ટીકટોક પર વીડિયો બનાવવા બદલ અર્પિતા ચૌધરી સસ્પેન્ડ થઇ ચૂકી છે. આ પહેલાં અર્પિતા ચૌધરીએ પોલીસ મથકમાં આ પ્રકારના વિડીયો બનાવી ટીકટોક પર વાયરલ કરતાં તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી. મહેસાણા પોલીસ માં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીને કેટલાંક દિવસો અગાઉ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં ફરજ ઉપર મુકવામાં આવી હતી. અર્પિતા એ ચાલુ ફરજ દરમિયાન પોલીસ ગણવેશમાં સજ્જ થઈને હિન્દી ફિલ્મોના ગીતો ઉપર વીડિયો બનાવ્યાં હતાં. અર્પિતા એ આ વીડિયો પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટમાં અપલોડ કરતાં વિવાદ સર્જાયો હતો. પોલીસ કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી આ મુદ્દે સોશિયલ મીડિયામાં લાઈવ થઈને પોતાનો લૂલો બચાવ કરીને ફરજ દરમિયાન વિડીયો બનાવ્યો ન હોવાનું જણાવ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)