Home Uncategorized Exclusive : હાઇકમાન્ડ અને નરેન્દ્ર મોદીએ બારીકાઈથી ચકાસણી કરતા “અભિમાની” તમામ નેતાઓનું...

Exclusive : હાઇકમાન્ડ અને નરેન્દ્ર મોદીએ બારીકાઈથી ચકાસણી કરતા “અભિમાની” તમામ નેતાઓનું મંત્રી પદ છિનવી લીધું

Face Of Nation, 17-09-2021 : ગુજરાતના મુખ્યમંત્રી બનેલા વિજય રૂપાણીનું રાજીનામુ નક્કી જ હતું પરંતુ તેમની જગ્યાએ કોને નવા મુખ્યમંત્રી બનાવવા તે અંગે અવઢવ હતી. જો કે નરેન્દ્ર મોદી સહીત ભાજપના હાઇકમાન્ડે ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવીને તમામ મંત્રીઓની ઊંઘ તો હરામ કરી જ નાખી સાથે લોકોને આશ્વર્યચકિત કરી દીધા હતા. વિજય રૂપાણીની સાથે સાથે તમામ મંત્રીઓ પણ બદલાવવાની જયારે ચકાસણી શરૂ કરી ત્યારે અભિમાની તમામ નેતાઓનું પણ મંત્રી પદ છીનવી લેવામાં આવ્યું. ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતના મંત્રીઓને એક ગજબ પ્રકારનું અભિમાન ચઢી ગયું હતું, જેને લઈને તેઓનો કાર્યકર્તા સહીત પ્રજા સાથેનો વ્યવહાર રાજાશાહી જેવો થઇ ગયો હતો જેની ગંભીર નોંધ મોદી સહીત હાઇકમાન્ડ લઇ રહ્યું હતું. જો કે મોદી અને હાઇકમાન્ડ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યું હતું.
સપ્ટેમ્બર મહિનો સિનિયર નેતાઓને સાઈડલાઈન કરનારો સાબિત થયો. ખાસ કરીને એવા સિનિયર નેતાઓ કે જેઓ પદ અને પ્રતિષ્ઠાના મોહમાં અભિમાની બની ગયા હતા. ગઈ શપથ વિધિમાં જેઓ સ્ટૅજ ઉપર હતા આજે એ જ નેતાઓ ગાંધીનગરના શપથ સમારોહમાં પ્રેક્ષક બની ગયા હતા. નરેન્દ્ર મોદીએ સમગ્ર મંત્રીઓને બદલીને નવા લોકોની નિયુક્તિ કરીને જૂનાને સાઈડલાઈન કરી દીધા હતા સાથે જ કદાચ મોદીએ એવો સંદેશો પણ આપ્યો હતો કે, “અભિમાન ચઢે તેને પક્ષ સાચવી શકતો નથી. તમારો ઉદ્ધાર પક્ષથી જ હતો અને તે પક્ષ તમને જયારે કોઈ મંત્રી પદ આપે ત્યારે તમે અભિમાની બનીને કાર્યકરો કે પ્રજા સાથે યોગ્ય વર્તન ન કરો અને સતત ફરિયાદો ઉઠે તો તમારી હકાલપટ્ટી જરૂરી છે.”
પરિવર્તન અત્યંત જરૂરી છે. ગુજરાતમાં મુખ્યમંત્રી થી લઈને સમગ્ર મંત્રી મંડળ બદલવામાં આવ્યું તે પણ અત્યંત જરૂરી અને આવકારદાયક છે. કારણ કે, પ્રજાને પણ ખબર પડે કે જુના અને નવા ચહેરાઓમાં કામ કરનારા અને વાતો કરનારા કેટલા છે. હાલમાં મંત્રી મંડળમાં સમાવેશ થનારા મોટાભાગના નેતાઓ સેવા માટે જાણીતા છે, પ્રજા સાથે સંકળાયેલા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તો ગ્રાઉન્ડ ઝીરો લેવલના વ્યક્તિ છે. તેઓ પ્રજા સાથે પ્રેમથી અને સંવેદનાથી જોડાયેલા છે. લોકો તેમને અપાર પ્રેમ આપે છે કેમ કે તેઓ લોકસેવામાં મને છે. આજ સુધી પદ તેમની કાર્યશૈલીને અસર કરી શક્યું નથી અને તેથી જ કદાચ નરેન્દ્ર મોદી સહિતના મોવડી મંડળે નાયબ મુખ્યમંત્રીની નિયુક્તિ નહીં કરીને નાયબ મુખ્યમંત્રી પદનો છેદ ઉડાડી દીધો હોય તેમ લાગી રહ્યું છે. આમ અન્ય નવા મંત્રીઓ પણ એવા ઘણા છે કે જેઓ સીધા પ્રજા સાથે સંપર્ક ધરાવે છે અને તેમને પદનો કોઈ મોહ નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)