Home Uncategorized ‘રાવણ’નું પાત્ર ભજવનાર દિગ્ગજ ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન, 82 વર્ષની ઉંમરે...

‘રાવણ’નું પાત્ર ભજવનાર દિગ્ગજ ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન, 82 વર્ષની ઉંમરે ફાની દુનિયાને કહ્યું અલવિદા

Face Of Nation, 06-10-2021: રામાયણ સિરિયલમાં રાવણનું પાત્ર ભજવનાર અને ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અરવીંદ ત્રિવેદીના નિધનના સમાચારથી ગુજરાતી ફિલ્મ જગતમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી ગઈ છે. તમને જણાવી દઈએ કે, અરવિંદ ત્રિવેદીએ લગભગ 300થી વધુ ગુજરાતી ફિલ્મો, તથા અનેક નાટકો અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું, જેથી તેમને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ભિષ્મ પિતામહ પણ કહેવામાં આવતા હતા.

રામાયણમાં રાવણ એટલે કે લંકેશનું પાત્ર ભજવીને અથાગ લોકપ્રિયતા મેળવનારા ગુજરાતી ચલચિત્રના દિગ્ગજ કલાકાર અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની વયે નિધન થયું છે. તેમણે રામાનંદ સાગરની સુપરહિટ સીરિયલ રામાયણ સહિત ઉપરાંત અનેક સીરિયલ અને હિન્દી તથા ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું.

તેમણે કાંદીવલી ખાતે પોતાના નિવાસસ્થાને છેલ્લા શ્વાસ લીધા. 1991થી 1996 સુધી તેઓ સાંસદ તરીકે પણ કાર્યરત હતા. તેમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી પણ ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ કલાકાર હતા. અરવિંદ ત્રિવેદી રામાયણમાં રાવણની ભૂમિકા ભજવ્યા બાદ સમગ્ર દેશમાં લોકપ્રિય બની ગયા હતા. આ સીરિયલ બાદ તેઓ લંકેશ તરીકે જ ઓળખાવવા લાગ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)