અરવિંદ કુમાર અને સામંત બંને 1984 બેચના IPS અધિકારી
કુમાર રાજીવ જૈન અને સામંત અનિલ ધસ્માનાની જગ્યા લેશે
Face Of Nation:નવી દિલ્હીઃ મોદી સરકારે બુધવારે અરવિંદ કુમારને ઈન્ટેલિજન્સ બ્યૂરો (IB)ના પ્રમુખ નિયુક્ત કર્યા. સામંત ગોયલને ગુપ્ત એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ)ના ડાયરેક્ટર બનાવવામાં આવ્યાં છે. અરવિંદ કુમાર અને સામંત બંને 1984 બેચના IPS અધિકારી છે. ગોયલ પંજાબ કેડર અને કુમાર અસમ મેઘાલય કેડરથી છે.
અરવિંદ કુમાર પહેલાં રાજીવ જૈન IBના પ્રમુખ હતા. તો અનિલ ધસ્માના રૉના ડાયરેક્ટર પદ પર તહેનાત હતા. જૈન અને ધસ્માના ડિસેમ્બર 2016માં નિયુક્ત થયા હતા. લોકસભા ચૂંટણીને કારણે બંનેને 6 મહિનાનું એક્સટેન્શન મળ્યું હતું.
ગોયલ પાક એક્સપર્ટ, અરવિંદ કાશ્મીરના જાણકાર: ગોયલ ફેબ્રુઆરીમાં પાકિસ્તાનના બાલાકોટ એર સ્ટ્રાઈક અને 2016 સર્જિકલ સ્ટ્રાઈકની રણનીતિ બનાવનાર અધિકારીઓમાં સામેલ છે. ગોયલને પાકિસ્તાનના એક્સપર્ટ માનવામાં આવે છે. 1990ના દશકામાં આતંકવાદનો સામનો કરી રહેલાં પંજાબની સ્થિતિને સંભાળવામાં તેઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તો અરવિંદ કુમારને જમ્મુ કાશ્મીરના એક્સપર્ટ માનવામાં આવે છે.