Home Crime છોટાઉદેપુરની ઘટના: ગ્રામસભામાં સરપંચ, પતિ અને પુત્રનો મોડેલ પર હુમલો, એશ્રા કહ્યું-”...

છોટાઉદેપુરની ઘટના: ગ્રામસભામાં સરપંચ, પતિ અને પુત્રનો મોડેલ પર હુમલો, એશ્રા કહ્યું-” સરપંચના પતિ નિર્વસ્ત્ર કરવા ઈરાદે મારી ઓઢણી ખેંચવા લાગ્યા

Face Of Nation 25-04-2022 : છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવિઠા ગામની ગ્રામસભામાં મોડેલ એશ્રા પટેલ પર હુમલો થતાં મહિલા સરપંચ, તેમના પતિ અને પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મોડેલ એશ્રા પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે મહિલા સરપંચ જ્યોતિબેનના પતિ મનુભાઇ સોલંકી નિર્વસ્ત્ર કરવા ઇરાદે મારી ઓઢણી ખેંચવા લાગ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં યોજાયેલી ગ્રામપંયાયતની ચૂંટણીમાં એશ્રા પટેલે સરપંચપદે ચૂંટણી લડી હતી. એમાં એશ્રા પટેલ ચૂંટણીમાં તેની હાર થઇ હતી. એ સમયે એશ્રા પટેલના હરીફ ઉમેદવારના પતિ-પુત્રને જાનથી મારવા ધમકી આપવા બદલ એશ્રા પટેલ સહિત 12 લોકો સામે પણ ફરિયાદ નોંધાઇ હતી.
એશ્રા પટેલે પાણી બાબતે પ્રશ્ન પૂછ્યો
મોડેલ એશ્રા પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે 24મી એપ્રિલના રોજ ગ્રામપંચાયત ઘરમાં સાંજે 5 વાગ્યે ગ્રામસભા રાખી હોવાથી હું ત્યાં ગઇ હતી. એ વખતે ગામનાં સરપંચ જ્યોતિબેન સોલંકી, તેમના પતિ મનોજભાઇ ઉર્ફે મનુભાઇ, તેમનો પુત્ર અજય સહિતના સભ્યો અને ગ્રામજનો હાજર હતા. એ સમયે ગામમાં 6 પાણીનાં ટેન્કરો હોવા છતાં એ ન આપવા બાબતે મેં સરપંચ અને તલાટીને પ્રશ્ન પૂછ્યો હતો. જેથી સરપંચના પતિ મનુભાઇએ કહ્યું હતું કે ટેન્કરો બીજા ગામમાં આપ્યાં છે અને બીજાં બગડેલાં છે.
સરપંચે એશ્રા પટેલને ધક્કા માર્યા
મહાનુભાવોના જન્મદિવસની ઉજવણી બાબતે સરપંચના પતિ મનુભાઇ સોલંકી કહ્યું હતું કે ડો. બાબાસાહેબ આંબેડકર ઊજળિયાતોને નથી પસંદ, જેના જવાબમાં એશ્રા પટેલે કહ્યું હતું કે તમે ઊજળિયાતોનું કેમ ખોટું બોલો છો અને ગાંધીજયંતી આવી રહી છે, તો તમે કેમ વિરોધ કરો છો, એમ કહેતાં મનુભાઇએ કહ્યું હતું કે, તું માપમાં રે, નહીં તો તને જોઇ લઇશ. એશ્રા પટેલે કહ્યું હતું કે ગાંધીજીએ દેશને આઝાદ કરાવ્યા છે. તેમનો વિરોધ કેમ? એમ કહેતાં મનુભાઇ સોલંકી ઉશ્કેરાઈ ગયા હતા અને મનુભાઇ, તેમનાં પત્ની જ્યોતિબેન ઊભાં થઇને એશ્રા પટેલને મારવા માટે ધસી ગયાં હતાં. એશ્રા બચવા માટે ઊભી થતાં જ્યોતિબેને તેને હાથથી ધક્કા માર્યા હતા.
મારી ઓઢણી ખેંચવા લાગ્યાઃએશ્રા પટેલ
મનુભાઇએ મને નિર્વસ્ત્ર કરવા ઇરાદે મારી ઓઢણી ખેંચવા લાગ્યા હતા અને એ વખતે તેમનો પુત્ર અજય પણ ત્યાં ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે બધા ભેગા થઇને એને મારો. ત્રણેયે ભેગા થઇને મને ધક્કો મારીને જ્યોતિબેન મને ડાબા હાથ પર નખ મારવા લાગ્યા હતા. એ દરમિયાન કૈલાસબેન નાયક અને બીજા લોકો મને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા અને મને છોડાવી હતી. હું ઇજાગ્રસ્ત હોવાથી મને સારવાર માટે સંખેડાના સરકારી દવાખાનામાં સારવાર કરાવી હતી.
સરપંચની ચૂંટણીમાં એશ્રા પટેલ હારી ગઇ હતી
ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવિઠા ગામની ગ્રામપંચાયતની ચૂંટણીમાં મોડલ એશ્રા પટેલ હારી ગઇ હતી. આ દરમિયાન જ એશ્રાએ હરીફ ઉમેદવાર જ્યોતિબેનના પતિ મનુભાઇએ એટ્રોસિટી એક્ટની પોલીસ ફરિયાદ સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, જેમાં મોડેલ એશ્રા પટેલનાં માતા-પિતા સહિત 12 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એક મતદારના આધારકાર્ડ પર હરીફ ઉમેદવારના પતિને શંકા જતાં ચૂંટણી અધિકારીને રજૂઆત કરીને મત આપવા દીધો નહોતો. ત્યાર બાદ મતદાન મથકની બહાર એશ્રા પટેલ સહિત 12 લોકોએ હરીફ ઉમેદવારના પતિ અને પુત્રને જાહેરમાં જાતિવિષયક અપમાન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).